وَالصَّافَّاتِ صَفًّا (1) સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના |
فَالزَّاجِرَاتِ زَجْرًا (2) પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના |
فَالتَّالِيَاتِ ذِكْرًا (3) પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના |
إِنَّ إِلَٰهَكُمْ لَوَاحِدٌ (4) નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે |
رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ (5) આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે |
إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ (6) અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું |
وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ (7) અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી |
لَّا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ (8) મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે |
دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ (9) ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે |
إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ (10) પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે |
فَاسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَا ۚ إِنَّا خَلَقْنَاهُم مِّن طِينٍ لَّازِبٍ (11) તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું |
بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ (12) પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે |
وَإِذَا ذُكِّرُوا لَا يَذْكُرُونَ (13) અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા |
وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ (14) અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે |
وَقَالُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ (15) અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે |
أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ (16) શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે |
أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ (17) શું આપણા પહેલાના પૂર્વજોને પણ |
قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ (18) તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો |
فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ (19) તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે |
وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ (20) અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે |
هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ (21) આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા |
۞ احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ (22) અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા |
مِن دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ (23) (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો |
وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ (24) અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે |
مَا لَكُمْ لَا تَنَاصَرُونَ (25) તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા |
بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ (26) પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા |
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ (27) તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે |
قَالُوا إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ الْيَمِينِ (28) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા |
قَالُوا بَل لَّمْ تَكُونُوا مُؤْمِنِينَ (29) તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા |
وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَانٍ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَاغِينَ (30) અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા |
فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ (31) હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું |
فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ (32) બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા |
فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ (33) આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે |
إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ (34) અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ |
إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ (35) આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા |
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ (36) અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ |
بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ (37) (ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે |
إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ (38) નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો |
وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ (39) તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા |
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ (40) પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે) |
أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ (41) તેમના માટે જ નક્કી કરેલ રોજી છે |
فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ (42) (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે |
فِي جَنَّاتِ النَّعِيمِ (43) નેઅમતો વાળી જન્નતોમાં |
عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ (44) આસનો પર એકબીજાની સામે હશે |
يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ (45) શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે |
بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ (46) જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે |
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ (47) ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે |
وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ (48) અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે |
كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ (49) એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા |
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ (50) (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે |
قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ (51) તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો |
يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ (52) જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે |
أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ (53) શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે |
قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ (54) કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો |
فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ (55) જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે |
قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ (56) કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો |
وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ (57) જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત |
أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ (58) શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી |
إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ (59) પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે |
إِنَّ هَٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ (60) પછી તો આ ભવ્ય સફળતા છે |
لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ (61) આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ |
أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ (62) શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ |
إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ (63) જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે |
إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ (64) નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે |
طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ (65) જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે |
فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ (66) (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે |
ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ (67) પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે |
ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ (68) પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે |
إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ (69) નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા |
فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ (70) અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા |
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ (71) તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા |
وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ (72) જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા |
فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ (73) હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ |
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ (74) અલ્લાહના નિકટના બંદાઓ સિવાય |
وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ (75) અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે |
وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ (76) અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા |
وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ (77) અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા |
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ (78) અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું |
سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ (79) નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે |
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ (80) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ |
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ (81) તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા |
ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ (82) પછી અમે બીજાને ડુબાડી દીધા |
۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ (83) અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા |
إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ (84) જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા |
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ (85) તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો |
أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ (86) શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો |
فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ (87) તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો |
فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ (88) હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી |
فَقَالَ إِنِّي سَقِيمٌ (89) અને કહ્યું કે હું બિમાર છું |
فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ (90) આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા |
فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ (91) (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા |
مَا لَكُمْ لَا تَنطِقُونَ (92) તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા |
فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ (93) પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા |
فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ (94) તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા |
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ (95) (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો |
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ (96) જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું |
قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ (97) તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો |
فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ (98) તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા |
وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ (99) અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે |
رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ (100) હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ |
فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ (101) તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી |
فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ (102) પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો |
فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ (103) જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો |
وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيمُ (104) તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ |
قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ (105) ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ |
إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ (106) ખરેખર આ ખુલ્લી કસોટી હતી |
وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ (107) અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી |
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ (108) અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું |
سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ (109) ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે |
كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ (110) અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ |
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ (111) નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા |
وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِّنَ الصَّالِحِينَ (112) અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે |
وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِ مُبِينٌ (113) અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે |
وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ (114) નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો |
وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ (115) અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો |
وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ (116) અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા |
وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ (117) અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી |
وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ (118) અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા |
وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ (119) અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી |
سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ (120) કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ |
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ (121) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ |
إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ (122) નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા |
وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ (123) નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા |
إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ (124) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી |
أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ (125) શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો |
اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ (126) અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે |
فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ (127) પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે |
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ (128) અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય |
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ (129) અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું |
سَلَامٌ عَلَىٰ إِلْ يَاسِينَ (130) ઇલ્યાસ પર સલામ |
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ (131) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ |
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ (132) નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા |
وَإِنَّ لُوطًا لَّمِنَ الْمُرْسَلِينَ (133) નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા |
إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ (134) અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો |
إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ (135) તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ |
ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ (136) પછી અમે બીજાને નષ્ટ કરી દીધા |
وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ (137) અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો |
وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ (138) અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા |
وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ (139) અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા |
إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ (140) જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા |
فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ (141) પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા |
فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ (142) તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા |
فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ (143) બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા |
لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ (144) તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા |
۞ فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ (145) બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા |
وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ (146) અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું |
وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ (147) અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા |
فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ (148) બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું |
فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ (149) તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે |
أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ (150) અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું |
أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ (151) જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે |
وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ (152) કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે |
أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ (153) શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી |
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ (154) તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો |
أَفَلَا تَذَكَّرُونَ (155) શું તમે સમજતા પણ નથી |
أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ (156) અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે |
فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ (157) તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો |
وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ (158) અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે |
سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ (159) જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે |
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ (160) અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય |
فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ (161) ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો |
مَا أَنتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ (162) કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા |
إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ (163) જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય |
وَمَا مِنَّا إِلَّا لَهُ مَقَامٌ مَّعْلُومٌ (164) (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે |
وَإِنَّا لَنَحْنُ الصَّافُّونَ (165) અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે |
وَإِنَّا لَنَحْنُ الْمُسَبِّحُونَ (166) અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે |
وَإِن كَانُوا لَيَقُولُونَ (167) ઇન્કાર કરનાર કહેતા હતા |
لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ الْأَوَّلِينَ (168) કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું |
لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ (169) તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં |
فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ (170) પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે |
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ (171) અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે |
إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ (172) કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે |
وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ (173) અને અમારું જ લશ્કર વિજય મેળવશે |
فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ (174) હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો |
وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ (175) અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે |
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ (176) શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે |
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ (177) સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા |
وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ (178) તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો |
وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ (179) અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે |
سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ (180) પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે |
وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ (181) પયગંબરો પર સલામ છે |
وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (182) અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે |