اقْتَرَبَتِ السَّاعَةُ وَانشَقَّ الْقَمَرُ (1) કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો |
وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ (2) આ લોકો, જો કોઇ નિશાની જોઇ લે છે તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો પહેલાથી ચાલી આવતુ જાદુ છે |
وَكَذَّبُوا وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ۚ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ (3) તેઓએ જુઠલાવ્યુ અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યો. અને દરેક કાર્ય નક્કી કરેલ સમય પ્રમાણે છે |
وَلَقَدْ جَاءَهُم مِّنَ الْأَنبَاءِ مَا فِيهِ مُزْدَجَرٌ (4) નિ:શંક તેમની પાસે તે વાતો આવી પહોંચી છે જેમાં ઝાટકણી (ની શિખામણ) છે |
حِكْمَةٌ بَالِغَةٌ ۖ فَمَا تُغْنِ النُّذُرُ (5) અને સંપૂર્ણ બુધ્ધીવાળી વાત છે. પરંતુ આ ડરાવનારી વાતોએ પણ કોઇ ફાયદો ન પહોંચાડયો |
فَتَوَلَّ عَنْهُمْ ۘ يَوْمَ يَدْعُ الدَّاعِ إِلَىٰ شَيْءٍ نُّكُرٍ (6) બસ ! (હે પયગંબર) તમે તેમનાથી છેટા રહો. જે દિવસે એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ પોકારશે |
خُشَّعًا أَبْصَارُهُمْ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ كَأَنَّهُمْ جَرَادٌ مُّنتَشِرٌ (7) આ નમેલી આંખો કબરોમાંથી એવી રીતે નીકળશે જેવાકે વિખેરાયેલા તીડાં છે |
مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ (8) પોકારવાવાળા તરફ દોડતા હશે અને ઇન્કારીઓ કહેશે આ દિવસ ઘણો જ સખત છે |
۞ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا عَبْدَنَا وَقَالُوا مَجْنُونٌ وَازْدُجِرَ (9) આ લોકો પહેલા નૂહની કોમના લોકોએ પણ અમારા બંદાને જુઠલાવ્યા હતા અને પાગલ કહીં ઝાટકી નાખ્યો હતો |
فَدَعَا رَبَّهُ أَنِّي مَغْلُوبٌ فَانتَصِرْ (10) બસ ! તેણે પોતાના પાલનહારથી દુઆ કરી કે હું લાચાર છું તું મારી મદદ કર |
فَفَتَحْنَا أَبْوَابَ السَّمَاءِ بِمَاءٍ مُّنْهَمِرٍ (11) બસ ! અમે આકાશના દ્વારને મુશળધાર વરસાદથી ખોલી નાખ્યા |
وَفَجَّرْنَا الْأَرْضَ عُيُونًا فَالْتَقَى الْمَاءُ عَلَىٰ أَمْرٍ قَدْ قُدِرَ (12) અને ધરતી માંથી ઝરણાઓને વહેતા કરી દીધા. બસ ! તે કાર્ય પર જેટલું પાણી મુકદ્દર કરવામાં આવ્યુ હતું તે નિમીત થઇ ગયું |
وَحَمَلْنَاهُ عَلَىٰ ذَاتِ أَلْوَاحٍ وَدُسُرٍ (13) અને અમે તેને પાટિયા અને ખીલાવાળી (નૌકા) પર સવાર કરી દીધા |
تَجْرِي بِأَعْيُنِنَا جَزَاءً لِّمَن كَانَ كُفِرَ (14) જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો તે લોકો માટેજેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો |
وَلَقَد تَّرَكْنَاهَا آيَةً فَهَلْ مِن مُّدَّكِرٍ (15) અને નિ:શંક અમે આ કિસ્સાને નિશાની બનાવી બાકી રાખ્યો, બસ ! કોઇ છે શિખામણ પ્રાપ્ત કરનાર |
فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ (16) બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી |
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ (17) અને નિ:શંક અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર |
كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ (18) આદની કોમે પણ જુઠલાવ્યું, બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી |
إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ (19) અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું |
تَنزِعُ النَّاسَ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ مُّنقَعِرٍ (20) જે લોકોને ઉપાડી-ઉપાડીને એવી રીતે ફેંકતુ હતું જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો |
فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ (21) બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી |
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ (22) નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર |
كَذَّبَتْ ثَمُودُ بِالنُّذُرِ (23) ષમૂદની કોમે ચેતવણી આપનારને જુઠલાવ્યા |
فَقَالُوا أَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُهُ إِنَّا إِذًا لَّفِي ضَلَالٍ وَسُعُرٍ (24) અને કહેવા લાગ્યા શું અમારા માંથી એક વ્યક્તિની વાતોનું અનુસરણ કરીએ ? ત્યારે તો અમે નિ:શંક ભૂલ અને પાગલપણામાં પડેલા હોઇશું |
أَأُلْقِيَ الذِّكْرُ عَلَيْهِ مِن بَيْنِنَا بَلْ هُوَ كَذَّابٌ أَشِرٌ (25) શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી ? ના પરંતુ તે તો જુઠો અહંકારી છે |
سَيَعْلَمُونَ غَدًا مَّنِ الْكَذَّابُ الْأَشِرُ (26) હવે સૌ જાણી લે શે કાલે કે કોણ જુઠો અને અહંકારી હતો |
إِنَّا مُرْسِلُو النَّاقَةِ فِتْنَةً لَّهُمْ فَارْتَقِبْهُمْ وَاصْطَبِرْ (27) નિ:શંક અમે તેમની કસોટી માટે ઊંટણી મુકલીશું. બસ ! (હે સાલિહ અ.સ.) તમે રાહ જૂઓ અને ધૈર્ય રાખો |
وَنَبِّئْهُمْ أَنَّ الْمَاءَ قِسْمَةٌ بَيْنَهُمْ ۖ كُلُّ شِرْبٍ مُّحْتَضَرٌ (28) હાં તેઓને ચેતવણી આપી દો કે પાણી તેઓની વચ્ચે વહેંચણી માટે છે, દરેક પોતાની વારી પર હાજર થશે |
فَنَادَوْا صَاحِبَهُمْ فَتَعَاطَىٰ فَعَقَرَ (29) તેમણે પોતાના સાથીને બોલાવ્યો જેણે હુમલો કર્યો અને પગ કાપી નાખ્યા |
فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ (30) બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી |
إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَاحِدَةً فَكَانُوا كَهَشِيمِ الْمُحْتَظِرِ (31) અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ |
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ (32) અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે |
كَذَّبَتْ قَوْمُ لُوطٍ بِالنُّذُرِ (33) લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા |
إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا إِلَّا آلَ لُوطٍ ۖ نَّجَّيْنَاهُم بِسَحَرٍ (34) નિ:શંક અમે તેમના પર પત્થરો નો વરસાદ મોકલ્યો. લૂતના ઘરવાળા સિવાય તેમને અમે સહરીના સમયે |
نِّعْمَةً مِّنْ عِندِنَا ۚ كَذَٰلِكَ نَجْزِي مَن شَكَرَ (35) મારા ઉપકારથી બચાવી લીધા, દરેક આભારીને અમે આવી જ રીતે બદલો આપીએ છીએ |
وَلَقَدْ أَنذَرَهُم بَطْشَتَنَا فَتَمَارَوْا بِالنُّذُرِ (36) નિ:શંક (લૂતે) તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા. પરંતુ તેમણે ચેતવણી આપનાર સાથે (શંકા અને) ઝઘડો કર્યો |
وَلَقَدْ رَاوَدُوهُ عَن ضَيْفِهِ فَطَمَسْنَا أَعْيُنَهُمْ فَذُوقُوا عَذَابِي وَنُذُرِ (37) અને (લૂત) ને તેઓએ તેના મહેમાનો વિશે ઊશ્કેર્યા, બસ ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ) મારી યાતના અને મારી પકડની મજા ચાખો |
وَلَقَدْ صَبَّحَهُم بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ (38) અને સાચ્ચી વાત છે કે તેઓને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ યાતનાએ નષ્ટ કરી દીધા |
فَذُوقُوا عَذَابِي وَنُذُرِ (39) બસ ! મારી યાતના અને ચેતવણીઓનો મજા ચાખો |
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ (40) અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે |
وَلَقَدْ جَاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ (41) અને ફિરઔન ની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા |
كَذَّبُوا بِآيَاتِنَا كُلِّهَا فَأَخَذْنَاهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ (42) તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી. બસ ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા |
أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُولَٰئِكُمْ أَمْ لَكُم بَرَاءَةٌ فِي الزُّبُرِ (43) હે ઇન્કારીઓ ! શું તમારૂ ઇન્કાર કરવું તેમના ઇન્કાર કરવા જેવું નથી ? અથવા તમારા માટે આગળના ગ્રર્થોમાં છુટકારો લખેલો છે |
أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ (44) અથવા આ લોકો કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે |
سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ (45) નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે |
بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ (46) પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે |
إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ (47) નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે |
يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ (48) જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેને કહેવામાં આવશે) જહન્નમની આગનો મજા ચાખો |
إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ (49) નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે |
وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ (50) અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે જેમકે પલકવારમાં |
وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ (51) અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર |
وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ (52) જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે |
وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ (53) (આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે |
إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَهَرٍ (54) નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે |
فِي مَقْعَدِ صِدْقٍ عِندَ مَلِيكٍ مُّقْتَدِرٍ (55) સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે |