يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ (1) (દરેક વસ્તુઓ) જે આકાશો અને ધરતી પર છે અલ્લાહની પવિત્રતાનું વર્ણન કરી રહી છે, તેનુ જ સામ્રાજ્ય છે અને તેની જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર શક્તિમાન છે |
هُوَ الَّذِي خَلَقَكُمْ فَمِنكُمْ كَافِرٌ وَمِنكُم مُّؤْمِنٌ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ (2) તેણે જ તમારૂ સર્જન કર્યુ, કેટલાક તો તમારા માંથી ઇન્કારી છે અને કેટલાક ઇમાનવાળા છે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જોવાવાળો છે |
خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ ۖ وَإِلَيْهِ الْمَصِيرُ (3) તેણે જ આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કરી, તેણે જ તમારો ચહેરા બનાવ્યા અને ખુબ જ સુંદર બાનાવ્યા અને તેની જ તરફ પાછા ફરવાનું છે |
يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ ۚ وَاللَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ (4) તે આકાશ અને ધરતી પરની દરેક વસ્તુને જાણે છે અને જે કંઇ પણ તમે છુપાવો અથવા ખુલ્લુ કરો તે (દરેકને) જાણે છે, અલ્લાહ તો હૃદયોની વાતોને પણ જાણવાવાળો છે |
أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ فَذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ (5) શું તમારી પાસે આ પહેલાના ઇન્કારીઓની વાત નથી પહોંચી ? જેમણે પોતાના કાર્યોની સજા ચાખી લીધી અને જેમના માટે દુ:ખદાયી યાતના છે |
ذَٰلِكَ بِأَنَّهُ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَقَالُوا أَبَشَرٌ يَهْدُونَنَا فَكَفَرُوا وَتَوَلَّوا ۚ وَّاسْتَغْنَى اللَّهُ ۚ وَاللَّهُ غَنِيٌّ حَمِيدٌ (6) આ એટલા માટે કે તેમની પાસે તેમના પયગંબર ખુલ્લા પૂરાવા લઇને આવ્યા તો તેઓએ કહીં દીધુ કે શું માનવી અમને માર્ગદર્શન આપશે, બસ ! ઇન્કાર કરી દીધો અને મોઢું ફેરવી લીધું અને અલ્લાહ પણ (તેમનાથી) બેપરવા થઇ ગયો અને અલ્લાહ તો બેનિયાઝ, ગુણવાન જ છે |
زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ (7) તે ઇન્કારીઓએ વિચારી લીધુ છે કે બીજી વાર જીવિત નહીં કરવામાં આવે, તમે કહીં દો કે કેમ નહીં ? અલ્લાહના સોગંદ ! તમે ચોક્કસ બીજી વાર જીવિત કરવામાં આવશો. પછી જે કંઇ પણ તમે કર્યુ છે તેની ખબર (તમને) આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ઘણું જ સરળ છે |
فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالنُّورِ الَّذِي أَنزَلْنَا ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ (8) તો તમે અલ્લાહ પર તેના પયગંબર પર અને તે પ્રકાશ (કુરઆન) પર જેને અમે અવતરિત કર્યું છે, ઇમાન લાવો અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોથી ખબરદાર છે |
يَوْمَ يَجْمَعُكُمْ لِيَوْمِ الْجَمْعِ ۖ ذَٰلِكَ يَوْمُ التَّغَابُنِ ۗ وَمَن يُؤْمِن بِاللَّهِ وَيَعْمَلْ صَالِحًا يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ (9) જે દિવસે તમને સૌને તે ભેગા થવાના દિવસે ભેગા કરશે, તે જ આ દિવસ છે હાર-જીતનો. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લાવી સદકાર્યો કરે અલ્લાહ તેનાથી તેની બુરાઇઓ દૂર કરી દેશે. અને તેને જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે, આ જ ભવ્ય સફળતા છે |
وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ خَالِدِينَ فِيهَا ۖ وَبِئْسَ الْمَصِيرُ (10) અને જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારી આયતોને જુઠલાવી તે જ (બધા) જહન્નમી છે, (જેઓ) જહન્નમમાં હંમેશા રહેશે. તે ખુબ જ ખરાબ ઠેકાણું છે |
مَا أَصَابَ مِن مُّصِيبَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۗ وَمَن يُؤْمِن بِاللَّهِ يَهْدِ قَلْبَهُ ۚ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ (11) કોઇ પરેશાની અલ્લાહ ની રજા વગર નથી આવી શકતી, જે અલ્લાહ પર ઇમાન લાવે અલ્લાહ તેને સત્ય માર્ગદર્શન આપે છે અને અલ્લાહ દરેક વસ્તુને ખુબ જ જાણવાવાળો છે |
وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ ۚ فَإِن تَوَلَّيْتُمْ فَإِنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ (12) (લોકો) અલ્લાહનું કહેવું માનો અને પયગંબરનું પણ કહેવું માનો, બસ ! જો તમે મોઢું ફેરવો તો અમારા પયગંબરના શિરે ફકત સ્પષ્ટ પહોંચાડી દેવાનું છે |
اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ (13) અલ્લાહના સિવાય કોઇ સાચો મઅબૂદ નથી અને ઇમાનવાળાએ ફકત અલ્લાહ પર ભરોસો રાખવો જોઇએ |
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ مِنْ أَزْوَاجِكُمْ وَأَوْلَادِكُمْ عَدُوًّا لَّكُمْ فَاحْذَرُوهُمْ ۚ وَإِن تَعْفُوا وَتَصْفَحُوا وَتَغْفِرُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ (14) હે ઇમાનવાળાઓ ! તમારી પત્નીઓ અને સંતાનો માંથી કેટલાક તમારા શત્રુ છે બસ ! તેમનાથી સાવધાન રહેજો અને જો તમે માફ કરી દો અથવા જવા દો અને ક્ષમા કરી દો . તો અલ્લાહ તઆલા ક્ષમા કરનાર દયાળુ છે |
إِنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ ۚ وَاللَّهُ عِندَهُ أَجْرٌ عَظِيمٌ (15) તમારૂ ધન અને સંતાનો કસોટી છે અને ખુબ જ મોટું વળતર અલ્લાહ પાસે છે |
فَاتَّقُوا اللَّهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوا وَأَطِيعُوا وَأَنفِقُوا خَيْرًا لِّأَنفُسِكُمْ ۗ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (16) બસ ! જ્યાં સુધી તમારાથી થઇ શકે અલ્લાહથી ડરતા રહો અને સાંભળતા અને આજ્ઞાપાલન કરતા રહો અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરતા રહો જે તમારા માટે ઉત્તમ છે અને જે વ્યક્તિ પોતાના મનની લાલચથી સુરક્ષિત રાખવામાં આવે તે જ સફળ છે |
إِن تُقْرِضُوا اللَّهَ قَرْضًا حَسَنًا يُضَاعِفْهُ لَكُمْ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ شَكُورٌ حَلِيمٌ (17) જો તમે અલ્લાહને ઉત્તમ ઋણ આપશો (એટલે કે તેના માર્ગમાં ખર્ચ કરશો) તો તે તેને તમારા માટે વધારતો રહેશે અને તમારા ગુનાહ પણ માફ કરી દેશે. અલ્લાહ ખુબ જ કદરદાન અને સહનશીલ છે |
عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الْحَكِيمُ (18) તે છૂપી અને ખુલ્લી (વાતોનો) જાણવાવાળો છે, પ્રભુત્વશાળી, હિકમતવાળો છે |