هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ (1) શું તમને પણ ઢાંકી દેનારી (કયામત) ની વાત પહોંચી છે |
وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ (2) તે દિવસે કેટલાય ચહેરા અપમાનિત હશે |
عَامِلَةٌ نَّاصِبَةٌ (3) (અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે |
تَصْلَىٰ نَارًا حَامِيَةً (4) તેઓ ધગધગતી આગમાં જશે |
تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ (5) અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે |
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ (6) તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય |
لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ (7) જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે |
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ (8) કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે |
لِّسَعْيِهَا رَاضِيَةٌ (9) પોતાના પ્રયત્નોથી ખુશ હશે |
فِي جَنَّةٍ عَالِيَةٍ (10) ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે |
لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً (11) તેમાં કોઇ બકવાસ નહી સાંભળે |
فِيهَا عَيْنٌ جَارِيَةٌ (12) તેમાં એક વહેતુ ઝરણું હશે |
فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ (13) (અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે |
وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ (14) તેમાં પ્યાલા મુકેલા (હશે) |
وَنَمَارِقُ مَصْفُوفَةٌ (15) અને એક કતારમાં લાગેલા તકીયા હશે |
وَزَرَابِيُّ مَبْثُوثَةٌ (16) અને મખમલી જાજમો ફેલાયેલી હશે |
أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ (17) શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે |
وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ (18) અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે |
وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ (19) અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે |
وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ (20) અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે |
فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ (21) બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો |
لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ (22) તમે તેમના ઉપર રખેવાળ નથી |
إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ (23) હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે |
فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ (24) તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે |
إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ (25) ચોક્કસપણે અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે |
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم (26) પછી ચોક્કસપણે અમારા શિરે છે, તેમનો હિસાબ લેવો |