The Quran in Gujarati - Surah Zalzalah translated into Gujarati, Surah Az-Zalzalah in Gujarati. We provide accurate translation of Surah Zalzalah in Gujarati - الغوجاراتية, Verses 8 - Surah Number 99 - Page 599.
إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا (1) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે |
وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا (2) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે |
وَقَالَ الْإِنسَانُ مَا لَهَا (3) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ |
يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا (4) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે |
بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا (5) એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે |
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ (6) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે |
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ (7) બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે |
وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ (8) અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે |