The Quran in Gujarati - Surah Fatiha translated into Gujarati, Surah Al-Fatihah in Gujarati. We provide accurate translation of Surah Fatiha in Gujarati - الغوجاراتية, Verses 7 - Surah Number 1 - Page 1.
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ (1) અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે |
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (2) દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે |
الرَّحْمَٰنِ الرَّحِيمِ (3) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ |
مَالِكِ يَوْمِ الدِّينِ (4) બદલાના દિવસ (કયામત) નો માલિક છે |
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ (5) અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ |
اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ (6) અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ |
صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ (7) તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના |