The Quran in Gujarati - Surah Humazah translated into Gujarati, Surah Al-Humazah in Gujarati. We provide accurate translation of Surah Humazah in Gujarati - الغوجاراتية, Verses 9 - Surah Number 104 - Page 601.
وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ (1) મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય |
الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ (2) જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય |
يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ (3) તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે |
كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ (4) કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે |
وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ (5) અને તને શું ખબર કે આ આગ કેવી હશે |
نَارُ اللَّهِ الْمُوقَدَةُ (6) તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે |
الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ (7) જે હૃદયો પર ચઢતી જશે |
إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ (8) તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે |
فِي عَمَدٍ مُّمَدَّدَةٍ (9) મોટા મોટા સ્તંભોમાં |