القرآن باللغة الغوجاراتية - سورة العاديات مترجمة إلى اللغة الغوجاراتية، Surah Adiyat in Gujarati. نوفر ترجمة دقيقة سورة العاديات باللغة الغوجاراتية - Gujarati, الآيات 11 - رقم السورة 100 - الصفحة 599.
وَالْعَادِيَاتِ ضَبْحًا (1) હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ |
فَالْمُورِيَاتِ قَدْحًا (2) પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ |
فَالْمُغِيرَاتِ صُبْحًا (3) પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ |
فَأَثَرْنَ بِهِ نَقْعًا (4) બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે |
فَوَسَطْنَ بِهِ جَمْعًا (5) પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે |
إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ (6) ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે |
وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ (7) અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે |
وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ (8) તે માલના મોંહ માં પણ સખત છે |
۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ (9) શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે |
وَحُصِّلَ مَا فِي الصُّدُورِ (10) અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે |
إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ (11) ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે |