الرَّحْمَٰنُ (1) અત્યંત દયાળુએ |
عَلَّمَ الْقُرْآنَ (2) કુરઆન શીખવાડયું |
خَلَقَ الْإِنسَانَ (3) તેણે જ માનવીનું સર્જન કર્યુ |
عَلَّمَهُ الْبَيَانَ (4) અને તેને બોલતા શીખવાડયું |
الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ (5) સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે |
وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ (6) તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે |
وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ (7) તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા |
أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ (8) જેથી તમે તોલવામાં અતિરેક ન કરો |
وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ (9) ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો |
وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ (10) અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી |
فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ (11) જેમાં ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે |
وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ (12) અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (13) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
خَلَقَ الْإِنسَانَ مِن صَلْصَالٍ كَالْفَخَّارِ (14) તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી |
وَخَلَقَ الْجَانَّ مِن مَّارِجٍ مِّن نَّارٍ (15) અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (16) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ (17) તે રબ છે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (18) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ (19) તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે |
بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ (20) તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (21) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ (22) તે બન્નેમાંથી મોતી અને પરવાળું નીકળે છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (23) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
وَلَهُ الْجَوَارِ الْمُنشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ (24) અને અલ્લાહની જ (માલિકીમાં) છે તે વહાણો જે સમુદ્રોમાં પર્વત માફક ઉભા રહ્યા છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (25) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ (26) ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે |
وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ (27) ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (28) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ (29) દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (30) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ (31) (જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (32) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ إِنِ اسْتَطَعْتُمْ أَن تَنفُذُوا مِنْ أَقْطَارِ السَّمَاوَاتِ وَالْأَرْضِ فَانفُذُوا ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَانٍ (33) હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (34) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ (35) તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે સામનો નહી કરી શકો |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (36) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فَإِذَا انشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ (37) બસ ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (38) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فَيَوْمَئِذٍ لَّا يُسْأَلُ عَن ذَنبِهِ إِنسٌ وَلَا جَانٌّ (39) તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (40) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ (41) પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (42) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ (43) આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા |
يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ (44) તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (45) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ (46) અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે જન્નતો છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (47) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
ذَوَاتَا أَفْنَانٍ (48) (બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (49) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ (50) તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (51) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ (52) બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (53) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
مُتَّكِئِينَ عَلَىٰ فُرُشٍ بَطَائِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى الْجَنَّتَيْنِ دَانٍ (54) જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને જન્નતોના ફળો ખુબ જ નજીક હશે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (55) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ (56) ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (57) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ (58) તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (59) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
هَلْ جَزَاءُ الْإِحْسَانِ إِلَّا الْإِحْسَانُ (60) ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (61) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
وَمِن دُونِهِمَا جَنَّتَانِ (62) અને તે બન્ને વગર બીજી બે જન્નતો પણ છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (63) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
مُدْهَامَّتَانِ (64) જે બન્ને ગીચ લીલીછમ છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (65) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ (66) તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (67) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فِيهِمَا فَاكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ (68) તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (69) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فِيهِنَّ خَيْرَاتٌ حِسَانٌ (70) તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (71) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
حُورٌ مَّقْصُورَاتٌ فِي الْخِيَامِ (72) (ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી છે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (73) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ (74) તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નથી લગાવ્યો |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (75) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
مُتَّكِئِينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِيٍّ حِسَانٍ (76) લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે |
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ (77) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
تَبَارَكَ اسْمُ رَبِّكَ ذِي الْجَلَالِ وَالْإِكْرَامِ (78) તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે |