| وَالْفَجْرِ (1) સોગંદ છે વહેલી પરોઢના
 | 
| وَلَيَالٍ عَشْرٍ (2) અને દસ રાત્રિઓના
 | 
| وَالشَّفْعِ وَالْوَتْرِ (3) અને યુગ્મ અને વિષમના
 | 
| وَاللَّيْلِ إِذَا يَسْرِ (4) અને રાત્રિના, જ્યારે જવા લાગે
 | 
| هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِّذِي حِجْرٍ (5) શું આમાં બુધ્ધિશાળી માટે કોઇ સોગંદ છે
 | 
| أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ (6) શું તમે ન જોયું કે તમારા પાલનહારે આદીઓ સાથે કેવો વર્તાવ કર્યો
 | 
| إِرَمَ ذَاتِ الْعِمَادِ (7) સ્તંભોવાળા ઇરમની સાથે
 | 
| الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ (8) જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી
 | 
| وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ (9) અને ષમૂદવાળા સાથે જેઓએ ખીણમાં મોટા-મોટા પત્થરો કોતર્યા
 | 
| وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ (10) અને ફિરઔન સાથે જે ખુંટાવાળો હતો
 | 
| الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ (11) આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું
 | 
| فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ (12) અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો
 | 
| فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ (13) છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો
 | 
| إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ (14) હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે
 | 
| فَأَمَّا الْإِنسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ (15) મનુષ્ય (આ સ્થિતિ છે કે ) તેનો પાલનહાર જ્યારે તેની પરીક્ષા લે છે અને ઇઝઝત આપે છે, અને તેને ખુશહાલી આપે છે, તો તે કહેવા લાગે છે, મારા પાલનહારે મારૂ સન્માન કર્યું
 | 
| وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ (16) અને જ્યારે તે તેની પરીક્ષા લે છે અને તેની રોજી તંગ કરી દે છે, તો તે કહેવા લાગે છે કે મારા પાલનહારે મારૂં અપમાન કર્યું
 | 
| كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ الْيَتِيمَ (17) આવું કદાપિ નહીં ! પરંતુ (વાત એવી છે) કે તમે (જ) લોકો અનાથનો આદર નથી કરતા
 | 
| وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ (18) અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી
 | 
| وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَّمًّا (19) અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો
 | 
| وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا (20) અને ધનથી ખુબ પ્રેમ કરો છો
 | 
| كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا (21) કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે
 | 
| وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا (22) અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે
 | 
| وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ (23) અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે
 | 
| يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي (24) એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત
 | 
| فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ (25) બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય
 | 
| وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ (26) ન તેના જેવી જકડ કોઇની જકડ હશે
 | 
| يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ (27) ઓ સંતોષી જીવ
 | 
| ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً (28) તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન
 | 
| فَادْخُلِي فِي عِبَادِي (29) બસ મારા શ્રેષ્ઠ બંદાઓ માં દાખલ થઇ જા
 | 
| وَادْخُلِي جَنَّتِي (30) અને પ્રવેશી જા મારી જન્નતમાં
 |