يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللَّهُ لَكَ ۖ تَبْتَغِي مَرْضَاتَ أَزْوَاجِكَ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ (1) હે પયગંબર ! જે વસ્તુને અલ્લાહએ તમારા માટે હલાલ કરી દીધી છે, તેને તમે કેમ હરામ ઠેરવો છો ? (શું) તમે પોતાની પત્નીઓની ખુશી પ્રાપ્ત કરવા માંગો છો. અને અલ્લાહ ક્ષમા કરવાવાળો,દયાળુ છે |
قَدْ فَرَضَ اللَّهُ لَكُمْ تَحِلَّةَ أَيْمَانِكُمْ ۚ وَاللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ الْعَلِيمُ الْحَكِيمُ (2) અલ્લાહએ તમારા માટે સોગંદોને તોડવાની (પધ્ધતિ) નક્કી કરેલ છે, અને અલ્લાહ તમારો માલિક છે અને તે જ જાણનાર, હિકમતવાળો છે |
وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَىٰ بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَأَعْرَضَ عَن بَعْضٍ ۖ فَلَمَّا نَبَّأَهَا بِهِ قَالَتْ مَنْ أَنبَأَكَ هَٰذَا ۖ قَالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ (3) અને યાદ કરો જ્યારે પયગંબરે પોતાની કેટલીક પત્નીઓને એક ખાનગી વાત કહી, બસ ! તેણીએ તે વાત કહીં દીધી અને અલ્લાહએ પોતાના પયગંબરને તેની જાણ કરી, તો પયગંબરએ થોડીક વાતતો કહી દીધી અને થોડીક વાતને ટાળી દીધી, પછી જ્યારે પયગંબરે પોતાની તે પત્નીને આ વાત કહી તો તે કહેવા લાગી, આની ખબર તમને કોણે આપી ? કહ્યું બધુ જ જાણનાર, દરેક ખબર રાખનાર અલ્લાહએ મને જાણ કરી |
إِن تَتُوبَا إِلَى اللَّهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا ۖ وَإِن تَظَاهَرَا عَلَيْهِ فَإِنَّ اللَّهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ (4) (હે પયગંબરની બન્ને પત્નીઓ) જો તમે બન્ને અલ્લાહ સામે તૌબા કરી લો (તો ઘણુ જ સારૂ છે) નિ:શંક તમારા દિલ ઝૂકી પડયા છે અને જો તમે પયગંબરના વિરોધ એકબીજાની મદદ કરશો (તો જાણી લો) તેનો (પયગંબરનો) મદદગાર અલ્લાહ છે અને જિબ્રઇલ છે અને સદાચારી ઇમાનવાળાઓ અને તેમના સિવાય ફરિશ્તાઓ પણ મદદ કરનાર છે |
عَسَىٰ رَبُّهُ إِن طَلَّقَكُنَّ أَن يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِّنكُنَّ مُسْلِمَاتٍ مُّؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سَائِحَاتٍ ثَيِّبَاتٍ وَأَبْكَارًا (5) જો તે (પયગંબર) તમને તલાક આપી દે તો નજીકમાં જ તેમને તેમનો પાલનહાર તમારા બદલામાં તમારાથી ઉત્તમ પત્નીઓ મેળવશે, જે ઇસ્લામવાળી, ઇમાનવાળી, અલ્લાહ ની સામે ઝૂકવાવાળી, તૌબા કરવાવાળી, બંદગી કરવાવાળી, રોઝા રાખવાવાળી હશે, વિધવા અને કુમારીકાઓ |
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ (6) હે ઇમાનવાળાઓ ! તમે પોતાને અને પોતાના ઘરવાળાઓને તે આગથી બચાવો જેનું ઇંધણ માનવીઓ અને પત્થર છે, જેના પર સખત દિલવાળા, ક્ડક ફરિશ્તાઓ નક્કી છે, જેમને જે આદેશ અલ્લાહ આપે છે તેની અવજ્ઞા નથી કરતા, પરંતુ જે આદેશ આપવામાં આવે છે કરી નાખે છે |
يَا أَيُّهَا الَّذِينَ كَفَرُوا لَا تَعْتَذِرُوا الْيَوْمَ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ (7) હે ઇન્કારીઓ ! આજે તમે બહાનું ન કરો, તમને ફકત તમારા કાર્યોનો બદલો આપવામાં આવે છે |
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللَّهِ تَوْبَةً نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يَوْمَ لَا يُخْزِي اللَّهُ النَّبِيَّ وَالَّذِينَ آمَنُوا مَعَهُ ۖ نُورُهُمْ يَسْعَىٰ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ يَقُولُونَ رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ (8) હે ઇમાનવાળાઓ ! તમે અલ્લાહની સમક્ષ સાચ્ચી, નિખાલસતાથી તૌબા કરો. નજીક છે કે તમારો પાલનહાર તમારા ગુનાહ દૂર કરી દેં અને તમને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહી રહી છે, જે દિવસે અલ્લાહ તઆલા પયગંબર અને ઇમાનવાળાઓને જે તેમની સાથે છે તેમને અપમાનિત નહીં કરે. તેમનો પ્રકાશ તેમની સામે અને તેમની જમણી બાજુએ ફરશે. તેઓ દુઆઓ કરતા હશે, હે અમારા પાલનહાર ! અમને પરિપૂર્ણ પ્રકાશ આપ અને અમને માફ કરી દેં. ખરેખર તું દરેક વસ્તુ પર શક્તિમાન છે |
يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ (9) હે પયગંબર ! ઇન્કારીઓ અને મુનાફિકો (ઢોંગીઓ) સાથે જેહાદ કરો, અને તેઓ પર સખતી કરો, તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે અત્યંત ખરાબ ઠેકાણું છે |
ضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ كَفَرُوا امْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ ۖ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ (10) અલ્લાહ તઆલાએ ઇન્કારીઓ માટે નૂહ અને લૂત અ.સ. ની પત્નીઓનું ઉદાહરણ બયાન કર્યુ, આ બન્ને અમારા બંદાઓ માંથી બે સદાચારી બંદાઓના ઘરમાં હતી, પછી તેણીઓએ તેમની સાથે વિશ્ર્વાસઘાત કર્યો, બસ ! તે બન્ને (સદાચારી બંદાઓ) તેમનાથી અલ્લાહની (કોઇ યાતના) ન રોકી શક્યા અને આદેશ આપી દેવામાં આવ્યો (હે સ્ત્રીઓ) જહન્નમ માં જનારાઓ સાથે તમે બન્ને પણ જતી રહો |
وَضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ آمَنُوا امْرَأَتَ فِرْعَوْنَ إِذْ قَالَتْ رَبِّ ابْنِ لِي عِندَكَ بَيْتًا فِي الْجَنَّةِ وَنَجِّنِي مِن فِرْعَوْنَ وَعَمَلِهِ وَنَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ (11) અને અલ્લાહ તઆલાએ ઇમાનવાળાઓ માટે ફિરઔન ની પત્નીનું ઉદાહરણ બયાન કર્યુ, જ્યારે કે તેણે દુઆ કરી કે હે મારા પાલનહાર ! મારા માટે પોતાની પાસે જન્નતમાં ઘર બનાવી દે. અને મને ફિરઔન અને તેના (ખરાબ) કાર્યોથી બચાવી લે અને મને અત્યાચારી લોકોથી બચાવી લે |
وَمَرْيَمَ ابْنَتَ عِمْرَانَ الَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهِ مِن رُّوحِنَا وَصَدَّقَتْ بِكَلِمَاتِ رَبِّهَا وَكُتُبِهِ وَكَانَتْ مِنَ الْقَانِتِينَ (12) અને (ઉદાહરણ આપ્યું) ઇમરાન ની દિકરી મરયમનું, જેણે પોતાની પ્રતિષ્ઠાની રક્ષા કરી, પછી અમે અમારા તરફથી તેમાં જીવ ફૂંકી દીધો અને તેણીએ (મરયમ) પોતાના પાલનહારની વાતો અને તેની કિતાબોની પુષ્ટિ કરી અને બંદગી કરનારાઓ માંથી હતી |