وَالشَّمْسِ وَضُحَاهَا (1) સોગંદ છે સૂર્યના તથા તેના તડકાના |
وَالْقَمَرِ إِذَا تَلَاهَا (2) સોગંદ છે ચદ્રના જ્યારે તેની પાછળ આવે |
وَالنَّهَارِ إِذَا جَلَّاهَا (3) સોગંદ છે દિવસના જ્યારે સૂર્યને પ્રગટ કરે |
وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا (4) સોગંદ છે રાત્રિના જ્યારે તેને ઢાકી દેં |
وَالسَّمَاءِ وَمَا بَنَاهَا (5) સોગંદ છે આકાશના અને તેના સર્જનના |
وَالْأَرْضِ وَمَا طَحَاهَا (6) સોગંદ છે ધરતીના અને તેને બરાબર કરવાના |
وَنَفْسٍ وَمَا سَوَّاهَا (7) સોગંદ છે આત્માના અને તેને ઠીક-ઠાક કરવાના |
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا (8) ફરી સમજ આપી તેને બુરાઇની અને ભલાઇની |
قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا (9) જેણે તેને પવિત્ર કરી તે સફળ થયો |
وَقَدْ خَابَ مَن دَسَّاهَا (10) અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો |
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا (11) (કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે જુઠલાવ્યું |
إِذِ انبَعَثَ أَشْقَاهَا (12) જ્યારે તેમના માં નો મોટો દુર્ભાગી ઉભો થયો |
فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا (13) તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો) |
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا (14) તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી |
وَلَا يَخَافُ عُقْبَاهَا (15) તે નથી ડરતો તેના વિનાશી પરિણામથી |