لَا أُقْسِمُ بِيَوْمِ الْقِيَامَةِ (1) હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના |
وَلَا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ (2) અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના |
أَيَحْسَبُ الْإِنسَانُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُ (3) શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં |
بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَن نُّسَوِّيَ بَنَانَهُ (4) કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ |
بَلْ يُرِيدُ الْإِنسَانُ لِيَفْجُرَ أَمَامَهُ (5) પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે |
يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ (6) સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે |
فَإِذَا بَرِقَ الْبَصَرُ (7) બસ ! જે સમયે નજર પથરાઇ જશે |
وَخَسَفَ الْقَمَرُ (8) અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે |
وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ (9) સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે |
يَقُولُ الْإِنسَانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ (10) તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે |
كَلَّا لَا وَزَرَ (11) ના ના કોઇ શરણ નથી |
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمُسْتَقَرُّ (12) આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે |
يُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ (13) આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે |
بَلِ الْإِنسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ (14) પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે |
وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ (15) કેટલાય બહાના રજૂ કેમ ન કરે |
لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ (16) (હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં |
إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ (17) તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે |
فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ (18) અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો |
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ (19) પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે |
كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ (20) ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો |
وَتَذَرُونَ الْآخِرَةَ (21) અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો |
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ (22) તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે |
إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ (23) પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે |
وَوُجُوهٌ يَوْمَئِذٍ بَاسِرَةٌ (24) અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે |
تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ (25) સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે |
كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ (26) ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે |
وَقِيلَ مَنْ ۜ رَاقٍ (27) અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે |
وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ (28) અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે |
وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِ (29) અને પિંડી સાથે પિંડી વળગી જશે |
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ (30) આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે |
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ (31) તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી |
وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ (32) પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી |
ثُمَّ ذَهَبَ إِلَىٰ أَهْلِهِ يَتَمَطَّىٰ (33) પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો |
أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ (34) ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર |
ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ (35) પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે |
أَيَحْسَبُ الْإِنسَانُ أَن يُتْرَكَ سُدًى (36) શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે |
أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِيٍّ يُمْنَىٰ (37) શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું |
ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ (38) પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો |
فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ (39) પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા |
أَلَيْسَ ذَٰلِكَ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ (40) શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે |