قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا (1) (મુહમ્મદ સ.અ.વ.) તમે કહી દો કે મને વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે (કુરઆન) સાંભળ્યુ અને કહ્યુ કે અમે અદ્- ભૂત કુરઆન સાંભળ્યુ છે |
يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا (2) જે સીધા માર્ગ તરફ માર્ગદર્શન કરે છે. અમે તેના પર ઇમાન લઇ આવ્યા. (હવે) અમે કદાપિ કોઇને પણ પોતાના પાલનહારનો ભાગીદાર નહી ઠેરવીએ |
وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا (3) અને નિ:શંક અમારા પાલનહારનું ગૌરવ ખુબ જ ઉચ્ચ છે. ન તેણે કોઇને (પોતાની) પત્નિ બનાવી અને ન તો દીકરો |
وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا (4) અને એ કે આપણામાં નો મૂર્ખ અલ્લાહ વિશે સત્ય વિરૂધ્ધ વાત |
وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا (5) અને અમે તો એવું જ સમજતા રહ્યા કે શક્ય નથી કે માનવી અને જિન્નાત અલ્લાહ પર જૂઠ રચે |
وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا (6) વાત એવી છે કે કેટલાક માનવીઓ કેટલાક જિન્નાતોથી શરણ માંગતા હતા. જેનાથી જિન્નાતો પોતાની પથભ્રષ્ટતામાં વધી ગયા |
وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا (7) અને (માનવીઓ) એ પણ જિન્નાતો જેવું અનુમાન કર્યુ હતુ કે અલ્લાહ કોઇને પણ નહીં મોકલે . (અથવા તો કોઇને બીજીવાર જીવીત નહીં કરે) |
وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا (8) અને અમે આકાશને ચકાસ્યું તો તેને સખત ચોકીદારો અને સખત અંગારાઓ થી છવાયેલુ જોયુ |
وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا (9) તે પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જ્ગ્યાએ જ્ગ્યાએ બેસી જતા હતા, હવે જે પણ કાન લગાવે છે તે એક અંગારાને પોતાની લાગમાં જૂએ છે |
وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا (10) અમે નથી જાણતા કે ધરતીવાળાઓ સાથે કોઇ ખરાબ વર્તનનો ઇરાદો છે અથવા તેમના પાલનહારનો ઇરાદો તેમની સાથે ભલાઇનો છે |
وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا (11) અને એ કે (નિ:શંક) કેટલાક તો અમારામાં સદાચારીઓ છે. અને કેટલાક તેના વિરૂધ્ધ પણ છે, અમે વિવિધ રીતે વહેંચાયેલા છીએ |
وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا (12) અને અમે સમજી લીધુ કે અમે અલ્લાહ તઆલાને ધરતી પર કદાપિ અક્ષમ નહી કરી શકીએ અને ન અમે દોડીને તેને હરાવી શકીએ છીએ |
وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا (13) અમે તો સત્ય માર્ગની વાત સાંભળતા જ તેના પર ઇમાન લાવ્યા અને જે પણ પોતાના પાલનહાર પર ઇમાન લાવશે, તેને ન કોઇ નુકસાન નો ભય હશે અને ન તો અત્યાચારનો |
وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُولَٰئِكَ تَحَرَّوْا رَشَدًا (14) હા ! અમારામાંથી કેટલાક તો મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે. બસ! જે આજ્ઞાકારી થઇ ગયા તેમણે સત્ય માર્ગ શોધી લીધો |
وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا (15) અને જે અત્યાચારીઓ છે તે જહન્નમનું ઇંધણ બનશે |
وَأَن لَّوِ اسْتَقَامُوا عَلَى الطَّرِيقَةِ لَأَسْقَيْنَاهُم مَّاءً غَدَقًا (16) અને (હે નબી એવું પણ કહી દો) કે જો લોકો સત્ય માર્ગ પર સીધા ચાલતા તો ખરેખર અમે તેમને પુષ્કળ માત્રામાં પાણી પીવડાવતા |
لِّنَفْتِنَهُمْ فِيهِ ۚ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا (17) જેથી અમે તેમની કસોટી કરીએ અને જે વ્યક્તિ પોતાના પાલનહારના સ્મરણથી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ તઆલા તેને સખત યાતનામાં નાખી દેશે |
وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا (18) અને મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્ય ને ન પોકારો |
وَأَنَّهُ لَمَّا قَامَ عَبْدُ اللَّهِ يَدْعُوهُ كَادُوا يَكُونُونَ عَلَيْهِ لِبَدًا (19) અને જ્યારે અલ્લાહનો બંદો તેની બંદગી માટે ઉભો થયો તો નજીકમાં જ જૂથના જૂથ તેની ઉપર તુટી પડયા |
قُلْ إِنَّمَا أَدْعُو رَبِّي وَلَا أُشْرِكُ بِهِ أَحَدًا (20) તમે કહી દો કે હું તો ફકત મારા પાલનહારને જ પોકારૂ છું અને તેની સાથે કોઇને પણ ભાગીદાર નથી ઠેરવતો |
قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا (21) કહી દો કે હું તમારા કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર ધરાવતો નથી |
قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا (22) કહી દો કે મને કદાપિ કોઇ અલ્લાહથી નહી બચાવી શકે અને મને કદાપિ |
إِلَّا بَلَاغًا مِّنَ اللَّهِ وَرِسَالَاتِهِ ۚ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا (23) પરંતુ (મારું કામ) અલ્લાહની વાત અને તેના આદેશો (લોકો સુધી) પહોંચાડી દેવાનુ છે, (હવે) જે પણ અલ્લાહ અને તેના પયગંબરનું કહ્યું નહીં માને, તેના માટે જહન્નમ ની આગ છે. જેમાં આવા લોકો હંમેશા રહેશે |
حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًا وَأَقَلُّ عَدَدًا (24) (તેમની આંખ નહીં ખુલે) અહીં સુધી કે તેને જોઇ લે, જેનું વચન તેમને આપવામાં આવે છે, બસ ! નજીકમાં જ જાણી લેશે કે કોના મદદગાર નિર્બળ અને કોનું જૂથ ઓછું છે |
قُلْ إِنْ أَدْرِي أَقَرِيبٌ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُ رَبِّي أَمَدًا (25) કહી દો કે મને ખબર નથી કે જેનું વચન તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા મારો પાલનહાર તેના માટે દૂરનો સમય નક્કી કરશે |
عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا (26) તે અદૃશ્યને જાણવાવાળો છે અને તે પોતાના અદૃશ્યની જાણ કોઈને કરતો નથી |
إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا (27) સિવાય તે પયગંબરના, જેને તે પસંદ કરી લે, પરંતુ તેની આગળ-પાછળ પણ ચોકીદાર નક્કી કરી દે છે |
لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَيْءٍ عَدَدًا (28) જેથી તેમના પાલનહારના આદેશોને પહોંચાડવાની જાણ થઇ જાય, અલ્લાહ તઆલાએ તેમની આજુબાજુ (ની દરેક વસ્તુઓ) ને ઘેરામાં લઇ રાખી છે અને દરેક વસ્તુને ગણી રાખેલ છે |