القرآن باللغة الغوجاراتية - سورة المطففين مترجمة إلى اللغة الغوجاراتية، Surah Mutaffifin in Gujarati. نوفر ترجمة دقيقة سورة المطففين باللغة الغوجاراتية - Gujarati, الآيات 36 - رقم السورة 83 - الصفحة 587.

| وَيْلٌ لِّلْمُطَفِّفِينَ (1) વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે | 
| الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ (2) જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે | 
| وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ (3) અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે | 
| أَلَا يَظُنُّ أُولَٰئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ (4) શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી | 
| لِيَوْمٍ عَظِيمٍ (5) તે મોટા દિવસ માટે | 
| يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ (6) જે દિવસે દરેક લોકો જગતના પાલનહારની સામે ઉભા હશે | 
| كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ (7) નિ:શંક દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે | 
| وَمَا أَدْرَاكَ مَا سِجِّينٌ (8) તને શું ખબર કે સિજ્જીન શું છે | 
| كِتَابٌ مَّرْقُومٌ (9) (આ તો) લેખિત પુસ્તક છે | 
| وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (10) તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે | 
| الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ (11) જેઓ બદલાના દિવસને જુઠલાવે છે | 
| وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ (12) તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે | 
| إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ (13) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે | 
| كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ (14) કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે | 
| كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ (15) કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે | 
| ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ (16) ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે | 
| ثُمَّ يُقَالُ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ (17) પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા | 
| كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ (18) નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે | 
| وَمَا أَدْرَاكَ مَا عِلِّيُّونَ (19) તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે | 
| كِتَابٌ مَّرْقُومٌ (20) (તે તો) લેખિત પુસ્તક છે | 
| يَشْهَدُهُ الْمُقَرَّبُونَ (21) નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે | 
| إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ (22) નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે | 
| عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ (23) ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે | 
| تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ (24) તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો | 
| يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ (25) આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે | 
| خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ (26) જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ | 
| وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ (27) અને તેની મિલાવટ તસ્નીમની હશે | 
| عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ (28) (એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે | 
| إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ (29) અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા | 
| وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ (30) અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા | 
| وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ (31) અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા | 
| وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ (32) અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે | 
| وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ (33) તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા | 
| فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ (34) બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે | 
| عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ (35) ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે | 
| هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوا يَفْعَلُونَ (36) કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો |