| وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ (1) બુરૂજોવાળા આકાશના સોગંદ
 | 
| وَالْيَوْمِ الْمَوْعُودِ (2) વચનબધ કરાયેલા દિવસના સોગંદ
 | 
| وَشَاهِدٍ وَمَشْهُودٍ (3) હાજર થવાવાળા અને હાજર કરેલાના સોગંદ
 | 
| قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ (4) (કે) ખાડાવાળા નાશ કરવામાં આવ્યા
 | 
| النَّارِ ذَاتِ الْوَقُودِ (5) તે એક આગ હતી ઇંધણવાળી
 | 
| إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ (6) જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા
 | 
| وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ (7) અને મુસલમાનો સાથે જે કરી રહ્યા હતા તેને પોતાની સામે જોઇ રહ્યા હતા
 | 
| وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ (8) અને તે ઇમાનવાળાઓ થી તેમની દુશ્મનાવટ તે સિવાય કોઇ કારણે ન હતી કે તેઓ તે અલ્લાહ ઉપર ઇમાન લાવ્યા હતા જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે
 | 
| الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ (9) જેના માટે આકાશ અને જમીન ની બાદશાહત છે અને અલ્લાહ તઆલાની સામે જ છે દરેક વસ્તુ
 | 
| إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ (10) નિ:શંક જે લોકોએ મુસલમાન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો પછી તૌબા (પણ) ન કરી તો તેમના માટે જહન્નમની યાતના છે અને બળવાની યાતના છે
 | 
| إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ (11) નિ:શંક ઇમાન લાવનાર અને સત્કર્મો કરનારાઓ માટે તેવા બગીચાઓ છે જેના તળીયે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે
 | 
| إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ (12) નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે
 | 
| إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ (13) તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે
 | 
| وَهُوَ الْغَفُورُ الْوَدُودُ (14) તે મોટો ક્ષમા કરનાર અને ખુબ જ મોહબ્બત કરનાર છે
 | 
| ذُو الْعَرْشِ الْمَجِيدُ (15) અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે
 | 
| فَعَّالٌ لِّمَا يُرِيدُ (16) જે ઇચ્છે તેને કરી નાખનાર છે
 | 
| هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ (17) શું તમને સેનાઓ ની સુચના પહોંચી છે
 | 
| فِرْعَوْنَ وَثَمُودَ (18) (એટલે કે) ફિરઔન અને ષમૂદ ની
 | 
| بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ (19) (કંઇ નહી) પરંતુ ઇન્કારીઓ જુઠલાવવામાં લાગેલા છે
 | 
| وَاللَّهُ مِن وَرَائِهِم مُّحِيطٌ (20) અને અલ્લાહ તઆલાએ પણ તેઓને દરેક બાજુથી ઘેરી રાખ્યા છે
 | 
| بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ (21) પરંતુ આ કુરઆન છે. ઉચ્ચ દરજ્જાવાળુ
 | 
| فِي لَوْحٍ مَّحْفُوظٍ (22) લૌહે મહફૂઝ માં (લખેલું)
 |