| سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ (1) એક સવાલ કરનારાએ તે યાતના વિશે સવાલ કર્યો, જે સ્પષ્ટ થનારી છે
 | 
| لِّلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ (2) ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી
 | 
| مِّنَ اللَّهِ ذِي الْمَعَارِجِ (3) તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે
 | 
| تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ (4) જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે
 | 
| فَاصْبِرْ صَبْرًا جَمِيلًا (5) બસ ! તુ સારી રીતે ધીરજ રાખ
 | 
| إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا (6) નિ:શંક આ તે (યાતના) ને દૂર સમજી રહયા છે
 | 
| وَنَرَاهُ قَرِيبًا (7) અને અમે તેને નજીક જોઇ રહ્યા છીએ
 | 
| يَوْمَ تَكُونُ السَّمَاءُ كَالْمُهْلِ (8) જે દિવસે આકાશ ઊકળતા તેલ જેવુ થઇ જશે
 | 
| وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ (9) અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે
 | 
| وَلَا يَسْأَلُ حَمِيمٌ حَمِيمًا (10) અને કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે
 | 
| يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ (11) (પરંતુ) એકબીજાને દેખાડી દેવામાં આવશે, ગુનેગાર તે દિવસની યાતનાના બદલામાં મુક્તિદંડ રૂપે પોતાના દીકરાઓને
 | 
| وَصَاحِبَتِهِ وَأَخِيهِ (12) પોતાની પત્નિને અને પોતાના ભાઇને
 | 
| وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ (13) અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા
 | 
| وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ (14) અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે
 | 
| كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ (15) (પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે
 | 
| نَزَّاعَةً لِّلشَّوَىٰ (16) જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે
 | 
| تَدْعُو مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ (17) તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે
 | 
| وَجَمَعَ فَأَوْعَىٰ (18) અને ભેગુ કરીને સંભાળી રાખે છે
 | 
| ۞ إِنَّ الْإِنسَانَ خُلِقَ هَلُوعًا (19) ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે
 | 
| إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعًا (20) જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે
 | 
| وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا (21) અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે
 | 
| إِلَّا الْمُصَلِّينَ (22) સિવાય તે નમાઝી
 | 
| الَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَائِمُونَ (23) જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે
 | 
| وَالَّذِينَ فِي أَمْوَالِهِمْ حَقٌّ مَّعْلُومٌ (24) અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે
 | 
| لِّلسَّائِلِ وَالْمَحْرُومِ (25) માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ
 | 
| وَالَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ الدِّينِ (26) અને જે બદલાના દિવસ પર શ્રધ્ધા રાખે છે
 | 
| وَالَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ (27) અને જે પોતાના પાલનહારની યાતનાથી ડરતા રહે છે
 | 
| إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ (28) નિ:શંક તેમના પાલનહારની યાતના નીડર થવા જેવી વસ્તુ નથી
 | 
| وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ (29) અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે
 | 
| إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ (30) હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી
 | 
| فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ (31) હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે
 | 
| وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ (32) અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે
 | 
| وَالَّذِينَ هُم بِشَهَادَاتِهِمْ قَائِمُونَ (33) અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે
 | 
| وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ (34) અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે
 | 
| أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُّكْرَمُونَ (35) આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે
 | 
| فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ (36) બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે
 | 
| عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ (37) જમણે અને ડાબેથી, જૂથના જૂથ
 | 
| أَيَطْمَعُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ (38) શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે
 | 
| كَلَّا ۖ إِنَّا خَلَقْنَاهُم مِّمَّا يَعْلَمُونَ (39) (આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે જેને તેઓ જાણે છે
 | 
| فَلَا أُقْسِمُ بِرَبِّ الْمَشَارِقِ وَالْمَغَارِبِ إِنَّا لَقَادِرُونَ (40) બસ ! મને સોગંદ છે પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની (કે) અમે ખરેખર શક્તિમાન છે
 | 
| عَلَىٰ أَن نُّبَدِّلَ خَيْرًا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ (41) તે વાત પર કે તેઓના બદલે તેમનાથી સારા લોકોને લઇ આવીએ અને અમે અક્ષમ નથી
 | 
| فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ (42) બસ ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે પોતાના તે દિવસથી મુલાકાત કરી લે જેનું તેમને વચન આપવામાં આવ્યુ છે
 | 
| يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ (43) જે દિવસે આ લોકો કબરોમાંથી દોડતા નીકળશે, જેવી રીતે કે તેઓ કોઇ જ્ગ્યા તરફ ઝડપથી જઇ રહ્યા હોય
 | 
| خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ (44) તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું
 |