| عَمَّ يَتَسَاءَلُونَ (1) તેઓ કયા વિષય બાબત પૂછતાછ કરી રહ્યા છે
 | 
| عَنِ النَّبَإِ الْعَظِيمِ (2) તે મોટી સુચના બાબત વિશે
 | 
| الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ (3) જેના વિશે તેઓ મતભેદ કરી રહ્યા છે
 | 
| كَلَّا سَيَعْلَمُونَ (4) ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે
 | 
| ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ (5) ફરી ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે
 | 
| أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا (6) શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું
 | 
| وَالْجِبَالَ أَوْتَادًا (7) અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા)
 | 
| وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا (8) અને અમે તમને જોડકામાં પેદા કર્યા
 | 
| وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا (9) અને અમે તમારી નિદ્રાને તમારા આરામ માટે જ બનાવી
 | 
| وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا (10) અને રાતને અમે પરદો બનાવ્યો છે
 | 
| وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا (11) અને દિવસને કમાણી માટે બનાવ્યો
 | 
| وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا (12) અને અમે તમારા ઉપર સાત મજબુત આકાશ બનાવ્યા
 | 
| وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا (13) અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો
 | 
| وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا (14) અને વાદળોમાં થી મુશળધાર વરસાદ વરસાવ્યો
 | 
| لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا (15) જેથી તેનાથી અનાજ અને વનસ્પતિ ઉપજાવે
 | 
| وَجَنَّاتٍ أَلْفَافًا (16) અને હર્યા-ભર્યા બાગ. ( પણ ઉપજાવે)
 | 
| إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا (17) નિ:શંક ફેસલાનો દિવસ નિશ્ર્ચિત છે
 | 
| يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا (18) જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો
 | 
| وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا (19) અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે
 | 
| وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا (20) અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે
 | 
| إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا (21) નિ:શંક દોઝખ ઘાતમાં છે
 | 
| لِّلطَّاغِينَ مَآبًا (22) દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે
 | 
| لَّابِثِينَ فِيهَا أَحْقَابًا (23) જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે
 | 
| لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا (24) ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે
 | 
| إِلَّا حَمِيمًا وَغَسَّاقًا (25) સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ
 | 
| جَزَاءً وِفَاقًا (26) (તેમને) સંપૂર્ણ બદલો મળશે
 | 
| إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا (27) નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા
 | 
| وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا (28) અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા
 | 
| وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا (29) અને અમે દરેક વસ્તુને ગણી ગણીને લખી રાખી છે
 | 
| فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا (30) હવે, તમે (પોતાની કરણીની) મજા ચાખો
 | 
| إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا (31) નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે
 | 
| حَدَائِقَ وَأَعْنَابًا (32) બગીચાઓ અને દ્રાક્ષ છે
 | 
| وَكَوَاعِبَ أَتْرَابًا (33) અને નવયુવાન કુમારિકાઓ
 | 
| وَكَأْسًا دِهَاقًا (34) અને છલકાતા પ્યાલા
 | 
| لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا (35) ત્યાં ન બકવાસ સાંભળશે અને ન તો જુઠી વાતો સાંભળશે
 | 
| جَزَاءً مِّن رَّبِّكَ عَطَاءً حِسَابًا (36) (તેમને) તમારા પાલનહાર તરફથી (તેમના સારા કાર્યો નો)આ બદલો મળશે. જે ભરપુર હશે
 | 
| رَّبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا (37) (તે પાલનહાર તરફથી મળશે જે) આકાશો અને જમીનનો અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને તે ખુબજ માફ કરવાવાળો છે, કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય
 | 
| يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا (38) જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને તે યોગ્ય વાત કહેશે
 | 
| ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا (39) તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે
 | 
| إِنَّا أَنذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا (40) નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારી યાતનાથી ડરાવી દીધા (અને ચોકન્ના કરી દીધા) છે. જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કદાચ હું માટી થઇ જાત
 |