إِذَا السَّمَاءُ انشَقَّتْ (1) જ્યારે આકાશ ફાટી જશે |
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ (2) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે |
وَإِذَا الْأَرْضُ مُدَّتْ (3) અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે |
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ (4) અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે |
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ (5) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે |
يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ (6) હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે |
فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ (7) તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે |
فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا (8) તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે |
وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا (9) અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે |
وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ (10) હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે |
فَسَوْفَ يَدْعُو ثُبُورًا (11) તો તે મૃત્યુને પોકારશે |
وَيَصْلَىٰ سَعِيرًا (12) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે |
إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا (13) આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો |
إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ (14) તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી |
بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا (15) કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો |
فَلَا أُقْسِمُ بِالشَّفَقِ (16) હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના |
وَاللَّيْلِ وَمَا وَسَقَ (17) અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ |
وَالْقَمَرِ إِذَا اتَّسَقَ (18) અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે |
لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ (19) નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો |
فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ (20) તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા |
وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩ (21) અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા |
بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ (22) પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે |
وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ (23) અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે |
فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ (24) તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો |
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ (25) હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે |