| وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ (1) સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
 | 
| وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ (2) સોગંદ છે દિવસ ના જ્યારે પ્રકાશિત થાય
 | 
| وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَىٰ (3) સોગંદ છે તે હસ્તીના જેણે નર અને માદાનું સર્જન કર્યુ
 | 
| إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ (4) નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે
 | 
| فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ (5) જેણે આપ્યું (અલ્લાહના રસ્તામાં) અને ડર્યો (પોતાના પાલનહાર થી)
 | 
| وَصَدَّقَ بِالْحُسْنَىٰ (6) અને સદવાતોની પૃષ્ઠિ કરતો રહશે
 | 
| فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ (7) તો અમે પણ તેને સરળ રસ્તાની સહુલત કરી દઇશું
 | 
| وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ (8) પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહી દાખવી
 | 
| وَكَذَّبَ بِالْحُسْنَىٰ (9) અને સદવાતોને જુઠલાવી
 | 
| فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ (10) તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું
 | 
| وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ (11) તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે
 | 
| إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ (12) નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે
 | 
| وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ (13) અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા
 | 
| فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ (14) મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે
 | 
| لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى (15) જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે
 | 
| الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ (16) જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું
 | 
| وَسَيُجَنَّبُهَا الْأَتْقَى (17) અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે
 | 
| الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ (18) જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે
 | 
| وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ (19) કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય
 | 
| إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ (20) પરંતુ ફકત પોતાના પાલનહાર ઇઝઝતવાળા તથા સર્વોચ્ચ ની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે
 | 
| وَلَسَوْفَ يَرْضَىٰ (21) નિ:શંક તે (અલ્લાહ પણ) નજીકમાં રાજી થઇ જશે
 |