| إِذَا الشَّمْسُ كُوِّرَتْ (1) જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે
 | 
| وَإِذَا النُّجُومُ انكَدَرَتْ (2) અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે
 | 
| وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ (3) અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે
 | 
| وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ (4) અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે
 | 
| وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ (5) અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે
 | 
| وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ (6) અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે
 | 
| وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ (7) અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે
 | 
| وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ (8) અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે
 | 
| بِأَيِّ ذَنبٍ قُتِلَتْ (9) કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી
 | 
| وَإِذَا الصُّحُفُ نُشِرَتْ (10) અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે
 | 
| وَإِذَا السَّمَاءُ كُشِطَتْ (11) અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે
 | 
| وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ (12) અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે
 | 
| وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ (13) અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે
 | 
| عَلِمَتْ نَفْسٌ مَّا أَحْضَرَتْ (14) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે લઇને આવ્યો છે
 | 
| فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ (15) હું સોગંધ ખાઉ છું પાછળ હટવાવાળા
 | 
| الْجَوَارِ الْكُنَّسِ (16) ચાલનાર અને સંતાઇ જનાર તારાઓ ની
 | 
| وَاللَّيْلِ إِذَا عَسْعَسَ (17) અને રાતની જ્યારે સમાપ્ત થવા લાગે છે
 | 
| وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ (18) અને સવારની જ્યારે ચમકવા લાગે
 | 
| إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ (19) નિ:શંક આ એક ઇઝઝતવાળા ફરિશ્તાઓ ની લાવેલી વાણી છે
 | 
| ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ (20) જે શક્તિશાળી છે. અર્શવાળા (અલ્લાહ) ને ત્યાં ઉચ્ચ સ્થાનવાળો છે
 | 
| مُّطَاعٍ ثَمَّ أَمِينٍ (21) જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે
 | 
| وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ (22) અને તમારા સાથી પાગલ નથી
 | 
| وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ (23) તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે
 | 
| وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ (24) અને તે છુપી વાતો બતાવવામાં કંજુસ પણ નથી
 | 
| وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ (25) અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી
 | 
| فَأَيْنَ تَذْهَبُونَ (26) પછી તમે ક્યાં જઇ રહ્યા છો
 | 
| إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ (27) આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે
 | 
| لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ (28) (ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે
 | 
| وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ (29) અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો
 |