اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ (1) પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ |
خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ (2) જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ |
اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ (3) તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે |
الَّذِي عَلَّمَ بِالْقَلَمِ (4) જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું |
عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ (5) જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો |
كَلَّا إِنَّ الْإِنسَانَ لَيَطْغَىٰ (6) ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે |
أَن رَّآهُ اسْتَغْنَىٰ (7) એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે |
إِنَّ إِلَىٰ رَبِّكَ الرُّجْعَىٰ (8) ખરેખર પાછા ફરવું તારા પાલનહાર તરફ છે |
أَرَأَيْتَ الَّذِي يَنْهَىٰ (9) તેને પણ તે જોયો જે બંદાને અટકાવે છે |
عَبْدًا إِذَا صَلَّىٰ (10) જ્યારે કે તે બંદો નમાઝ પઢે છે |
أَرَأَيْتَ إِن كَانَ عَلَى الْهُدَىٰ (11) શું બતાઓ તો, તે સત્ય માર્ગ તરફ હોય |
أَوْ أَمَرَ بِالتَّقْوَىٰ (12) અથવા તો સંયમતાનો આદેશ આપતો હોય |
أَرَأَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰ (13) તમારો શું ખ્યાલ છે, અગર આ જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય તો |
أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّهَ يَرَىٰ (14) શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે |
كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ (15) કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું |
نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ (16) એવુ કપાળ જે જુઠ્ઠુ પાપી છે |
فَلْيَدْعُ نَادِيَهُ (17) તે પોતાના ટેકેદારોને બોલાવી લે |
سَنَدْعُ الزَّبَانِيَةَ (18) અમે પણ (જહન્નમના) રખેવાળને બોલાવી લઇશું |
كَلَّا لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِب ۩ (19) સાવધાન ! તેની વાત કદાપિ ન માનશો. અને સજદો કરો,અને નિકટ થઇ જાઓ |