القرآن باللغة الغوجاراتية - سورة البينة مترجمة إلى اللغة الغوجاراتية، Surah Bayyinah in Gujarati. نوفر ترجمة دقيقة سورة البينة باللغة الغوجاراتية - Gujarati, الآيات 8 - رقم السورة 98 - الصفحة 598.
لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ (1) ગ્રંથવાળાઓ માં ના ઇન્કારીઓ અને મુશરિક લોકો જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય અટકનારા ન હતા (તે દલીલ આ હતી કે) |
رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً (2) અલ્લાહ તઆલાનો એક પયગંબર જે પવિત્ર ગ્રંથ પઢે |
فِيهَا كُتُبٌ قَيِّمَةٌ (3) જેમાં સાચા અને ઠોસ આદેશો હોય |
وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ (4) ગ્રંથવાળાઓ પોતાની પાસે ખુલ્લી દલીલ આવી ગયા પછી પણ (મતભેદ કરીને) અલગ-અલગ થઇ ગયા |
وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ (5) તેમને આના સિવાય બીજો કોઇ આદેશ આપવામાં ન આવ્યો કે ફકત અલ્લાહની ઉપાસના કરે. તેના માટે જ દીન ને વિશુધ્ધ રાખે. ઇબ્રાહીમ હનીફ ના દીન ઉપર અને નમાઝને કાયમ કરે. અને ઝકાત આપતા રહે. આ જ છે દીન સાચા પંથનો |
إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ (6) નિ:શંક જે લોકો ગ્રંથવાળાઓ માંથી ઇન્કારી થયા અને મુશરિક, સૌ જહન્નમની આગમાં (જશે) જ્યાં તેઓ હંમેશા રહેશે. આ લોકો દુષ્ટતમ સર્જન છે |
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ (7) નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને સદકર્મો કર્યા આ લોકો શ્રેષ્ઠતમ સર્જન છે |
جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ (8) તેમનું ફળ તેમના પાલનહાર પાસે હંમેશા રહેનારી જન્નતો છે, જેમની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશાહંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમના થી ખુશ થયો અને તે તેનાથી ખુશ થયા. આ છે તેના માટે જે પોતાના પાલનહાર થી ડરે |