القرآن باللغة الغوجاراتية - سورة الواقعة مترجمة إلى اللغة الغوجاراتية، Surah Waqiah in Gujarati. نوفر ترجمة دقيقة سورة الواقعة باللغة الغوجاراتية - Gujarati, الآيات 96 - رقم السورة 56 - الصفحة 534.
إِذَا وَقَعَتِ الْوَاقِعَةُ (1) જ્યારે કયામત આવી પહોંચશે |
لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ (2) જેને થવામાં કંઇ જૂઠ નથી |
خَافِضَةٌ رَّافِعَةٌ (3) તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે |
إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا (4) જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે |
وَبُسَّتِ الْجِبَالُ بَسًّا (5) અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે |
فَكَانَتْ هَبَاءً مُّنبَثًّا (6) પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે |
وَكُنتُمْ أَزْوَاجًا ثَلَاثَةً (7) અને તમે ત્રણ જૂથોમાં થઇ જશો |
فَأَصْحَابُ الْمَيْمَنَةِ مَا أَصْحَابُ الْمَيْمَنَةِ (8) બસ ! જમણા હાથવાળા કેવા સારા હશે. જમણા હાથવાળા |
وَأَصْحَابُ الْمَشْأَمَةِ مَا أَصْحَابُ الْمَشْأَمَةِ (9) અને ડાબા હાથવાળાની શું દશા છે, ડાબા હાથવાળાની |
وَالسَّابِقُونَ السَّابِقُونَ (10) અને જે આગળવાળા છે તે તો આગળવાળા જ છે |
أُولَٰئِكَ الْمُقَرَّبُونَ (11) તે ખુબ જ નજીક રહેવાવાળા હશે |
فِي جَنَّاتِ النَّعِيمِ (12) નેઅમતોવાળી જન્નતોમાં છે |
ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ (13) (ખુબ જ મોટું) જૂથ તો આગળ રહેવાવાળાઓ નું હશે |
وَقَلِيلٌ مِّنَ الْآخِرِينَ (14) અને થોડાક પાછલા લોકો માંથી |
عَلَىٰ سُرُرٍ مَّوْضُونَةٍ (15) આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર |
مُّتَّكِئِينَ عَلَيْهَا مُتَقَابِلِينَ (16) એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે |
يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ (17) તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે |
بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ (18) પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી |
لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ (19) જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે |
وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ (20) અને એવા ફળો લઇને જે તેઓને મનગમતા હશે |
وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ (21) અને પંખીઓના ગોશ્ત જે તેઓને પસંદ હશે |
وَحُورٌ عِينٌ (22) અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ |
كَأَمْثَالِ اللُّؤْلُؤِ الْمَكْنُونِ (23) જે છૂપાયેલા મોતીઓ જેવી હશે |
جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ (24) આ બદલો છે તેમના કર્મોનો |
لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا تَأْثِيمًا (25) ન ત્યાં ફાલતું વાત સાંભળશે અને ન તો પાપની વાત |
إِلَّا قِيلًا سَلَامًا سَلَامًا (26) ફકત સલામ જ સલામની અવાજ હશે |
وَأَصْحَابُ الْيَمِينِ مَا أَصْحَابُ الْيَمِينِ (27) અને જમણા હાથવાળા કેટલા ઉત્તમ છે. જમણા હાથવાળાઓ |
فِي سِدْرٍ مَّخْضُودٍ (28) તેઓ કાંટા વગર |
وَطَلْحٍ مَّنضُودٍ (29) અને એક પછી એક ખૂંટા |
وَظِلٍّ مَّمْدُودٍ (30) અને લાંબા લાંબા પડછાયા |
وَمَاءٍ مَّسْكُوبٍ (31) અને વહેતા પાણી |
وَفَاكِهَةٍ كَثِيرَةٍ (32) અને ઘણા જ ફળોમાં |
لَّا مَقْطُوعَةٍ وَلَا مَمْنُوعَةٍ (33) જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે |
وَفُرُشٍ مَّرْفُوعَةٍ (34) અને ઊંચા ઊંચા પાથરણા પર હશે |
إِنَّا أَنشَأْنَاهُنَّ إِنشَاءً (35) અમે તેઓ (ની પત્નીઓને) ખાસ તરીકાથી બનાવી છે |
فَجَعَلْنَاهُنَّ أَبْكَارًا (36) અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવી દીધી છે |
عُرُبًا أَتْرَابًا (37) મોહબ્બત કરનારી અને સરખી વયો વાળી |
لِّأَصْحَابِ الْيَمِينِ (38) જમણા હાથવાળાઓ માટે છે |
ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ (39) ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે |
وَثُلَّةٌ مِّنَ الْآخِرِينَ (40) અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે |
وَأَصْحَابُ الشِّمَالِ مَا أَصْحَابُ الشِّمَالِ (41) અને ડાબા હાથવાળા, કેવા છે ડાબા હાથવાળા |
فِي سَمُومٍ وَحَمِيمٍ (42) ગરમ હવા અને ગરમ પાણી માં (હશે) |
وَظِلٍّ مِّن يَحْمُومٍ (43) અને કાળા ધુમાડાના પડછાયામાં |
لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ (44) જે ન તો ઠંડો હશે અને ન તો ખુશ કરનારો |
إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ (45) નિ:શંક આ લોકો આ પહેલા ઘણા જ ઠાઠમાં હતા |
وَكَانُوا يُصِرُّونَ عَلَى الْحِنثِ الْعَظِيمِ (46) અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા |
وَكَانُوا يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ (47) અને કહેતા હતા શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો શું અમે પાછા બીજીવાર જીવિત કરવામાં આવીશું |
أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ (48) અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ |
قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ (49) તમે કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને |
لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ (50) જરૂરથી ભેગા કરી દેવામાં આવશે, એક નક્કી કરેલ દિવસે |
ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ (51) પછી તમે હે પથભ્રષ્ટો ! હે જૂઠલાવનારાઓ |
لَآكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ (52) તમે જરૂરથી |
فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ (53) અને તેનાથી જ તમે પેટ ભરશો |
فَشَارِبُونَ عَلَيْهِ مِنَ الْحَمِيمِ (54) પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો |
فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ (55) પીવાવાળા પણ તરસ્યા ઊંટો જેવા |
هَٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّينِ (56) કયામતના દિવસે તેઓની આ મહેમાની હશે |
نَحْنُ خَلَقْنَاكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ (57) અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી |
أَفَرَأَيْتُم مَّا تُمْنُونَ (58) હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો |
أَأَنتُمْ تَخْلُقُونَهُ أَمْ نَحْنُ الْخَالِقُونَ (59) શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા કરનાર અમે જ છે |
نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ (60) અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી |
عَلَىٰ أَن نُّبَدِّلَ أَمْثَالَكُمْ وَنُنشِئَكُمْ فِي مَا لَا تَعْلَمُونَ (61) કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તમને ફરીથી આ જગતમાં પણ પેદા કરી દઇએ જેની તમને કંઇ પણ ખબર નથી |
وَلَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ (62) તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા |
أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ (63) હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો |
أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ (64) તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે |
لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ (65) જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ |
إِنَّا لَمُغْرَمُونَ (66) કે અમારા પર ભાર થઇ ગયો છે |
بَلْ نَحْنُ مَحْرُومُونَ (67) પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા |
أَفَرَأَيْتُمُ الْمَاءَ الَّذِي تَشْرَبُونَ (68) હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો |
أَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنزِلُونَ (69) તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ |
لَوْ نَشَاءُ جَعَلْنَاهُ أُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ (70) જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું ઝેર બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા |
أَفَرَأَيْتُمُ النَّارَ الَّتِي تُورُونَ (71) હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો |
أَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَا أَمْ نَحْنُ الْمُنشِئُونَ (72) તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે |
نَحْنُ جَعَلْنَاهَا تَذْكِرَةً وَمَتَاعًا لِّلْمُقْوِينَ (73) અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે |
فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ (74) બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો |
۞ فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ (75) બસ ! હું સોગંદ ખાઉં છું તારાઓના પડવાના |
وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ (76) અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી સોગંદ છે |
إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ (77) નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે |
فِي كِتَابٍ مَّكْنُونٍ (78) જે એક સુરક્ષિત પુસ્તકમાં છે |
لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ (79) તેને ફકત પવિત્ર લોકો જ અડી શકે છે |
تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ (80) આ જગતના પાલનહાર તરફથી અવતરિત કરેલું છે |
أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ (81) શું તમે આ વાતને સામાન્ય જાણો છો |
وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ (82) અને પોતાના ભાગમાં ફકત જુઠલાવવાનું જ નક્કી કર્યું છે |
فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ (83) બસ ! જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે |
وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ (84) અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો |
وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ (85) અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે નથી જોઇ શકતા |
فَلَوْلَا إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ (86) બસ ! જો તમે કોઇના કહેવામાં નથી |
تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ (87) અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ |
فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ (88) બસ ! જે કોઇ અલ્લાહના દરબારમાં નજીક કરેલો હશે |
فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ (89) તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે |
وَأَمَّا إِن كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ (90) અને જે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી છે |
فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ (91) તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ માંથી છે |
وَأَمَّا إِن كَانَ مِنَ الْمُكَذِّبِينَ الضَّالِّينَ (92) પરંતુ જો કોઇ જુઠલાવનારા પથભ્રષ્ટો માંથી છે |
فَنُزُلٌ مِّنْ حَمِيمٍ (93) તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની છે |
وَتَصْلِيَةُ جَحِيمٍ (94) અને જહન્નમમાં જવાનું છે |
إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ الْيَقِينِ (95) આ ખબર ખરેખર સાચી અને સત્ય છે |
فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ (96) બસ ! તું પોતાના મહાન પાલનહારના નામનું સ્મરણ કર |