وَالسَّمَاءِ وَالطَّارِقِ (1) સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના |
وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ (2) તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે |
النَّجْمُ الثَّاقِبُ (3) તે ચમકતો તારો છે |
إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ (4) કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય |
فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ (5) માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે |
خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ (6) તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે |
يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ (7) જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે |
إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ (8) ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે |
يَوْمَ تُبْلَى السَّرَائِرُ (9) જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે |
فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ (10) તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક |
وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ (11) વરસાદવાળા આકાશના સોગંદ |
وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ (12) અને ફાટવાવાળી જમીનના સોગંદ |
إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ (13) વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે |
وَمَا هُوَ بِالْهَزْلِ (14) આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી |
إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا (15) ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે |
وَأَكِيدُ كَيْدًا (16) અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું |
فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا (17) તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે |