| حم (1) હા-મિમ્
 | 
| وَالْكِتَابِ الْمُبِينِ (2) સોગંદ છે આ સ્પષ્ટ કિતાબના
 | 
| إِنَّا جَعَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ (3) અમે આ કુરઆનને અરબી ભાષામાં બનાવ્યું, જેથી તમે સમજી શકો
 | 
| وَإِنَّهُ فِي أُمِّ الْكِتَابِ لَدَيْنَا لَعَلِيٌّ حَكِيمٌ (4) નિ:શંક આ "લોહે મહફૂઝ"માં છે અને અમારી નજીક ઉચ્ચ દરજ્જા વાળી, હિકમતવાળી છે
 | 
| أَفَنَضْرِبُ عَنكُمُ الذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُّسْرِفِينَ (5) શું અમે આ શિખામણને તમારાથી એટલા માટે દૂર કરી દઇએ કે તમે હદવટાવી જનારા લોકો છો
 | 
| وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِيٍّ فِي الْأَوَّلِينَ (6) અને અમે પહેલાના લોકો માટે કેટલાંય પયગંબરો અવતરિત કર્યા
 | 
| وَمَا يَأْتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ (7) જે પયગંબર તેમની પાસે આવ્યા, તેમણે તેમની મશ્કરી કરી
 | 
| فَأَهْلَكْنَا أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ الْأَوَّلِينَ (8) બસ ! અમે તેમના કરતા વધારે શક્તિશાળી લોકોને નષ્ટ કરી દીધા અને આગળના લોકોનું ઉદાહરણ આપી ચૂક્યા છે
 | 
| وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ (9) જો તમે તેમને પ્રશ્ન પૂછો કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું, તો ખરેખર તેમનો જવાબ એ જ હશે કે તેમનું સર્જન વિજયી અને હિકમતવાળા (અલ્લાહ)એ જ કર્યું છે
 | 
| الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَجَعَلَ لَكُمْ فِيهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ (10) તે જ છે, જેણે તમારા માટે ધરતીને પાથરણું બનાવી અને તેમાં તમારા માટે માર્ગો બનાવ્યા, જેથી તમે માર્ગ મેળવી શકો
 | 
| وَالَّذِي نَزَّلَ مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَنشَرْنَا بِهِ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ تُخْرَجُونَ (11) તેણે જ આકાશ માંથી એક પ્રમાણ મુજબ પાણી વરસાવ્યું, બસ ! અમે તેના વડે નિષ્પ્રાણ શહેરને જીવિત કરી દીધું, આવી જ રીતે તમને કાઢવામાં આવશે
 | 
| وَالَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُم مِّنَ الْفُلْكِ وَالْأَنْعَامِ مَا تَرْكَبُونَ (12) જેણે દરેક વસ્તુના જોડીદાર બનાવ્યા અને તમારા માટે હોડીઓ બનાવી અને ઢોર, જેમના પર તમે સવારી કરો છો
 | 
| لِتَسْتَوُوا عَلَىٰ ظُهُورِهِ ثُمَّ تَذْكُرُوا نِعْمَةَ رَبِّكُمْ إِذَا اسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُولُوا سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَٰذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ (13) જેથી તમે તેમની પીઠ પર બેસીને સવારી કરો, પછી પોતાના પાલનહારની નેઅમતને યાદ કરો, જ્યારે તેમના પર સીધા બેસી જાવ અને કહો કે તે પવિત્ર છે, જેણે આ (ઢોરોને) અમારા વશમાં કરી દીધા, જોકે અમારી પાસે (આ ઢોરોને) વશમાં કરવાની શક્તિ ન હતી
 | 
| وَإِنَّا إِلَىٰ رَبِّنَا لَمُنقَلِبُونَ (14) ખરેખર અમે અમારા પાલનહાર તરફ પાછા ફરીશું
 | 
| وَجَعَلُوا لَهُ مِنْ عِبَادِهِ جُزْءًا ۚ إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ مُّبِينٌ (15) અને તે લોકોએ અલ્લાહના કેટલાક બંદાઓને તેનો ભાગ ઠેરાવી દીધા, નિ:શંક મનુષ્ય ખુલ્લો કૃતધ્ની છે
 | 
| أَمِ اتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنَاتٍ وَأَصْفَاكُم بِالْبَنِينَ (16) શું અલ્લાહ તઆલાએ પોતાના સર્જન માંથી દીકરીઓ પોતાના માટે રાખી અને તમને દીકરા આપ્યા
 | 
| وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحْمَٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ (17) (જો કે) તેમના માંથી જ્યારે કોઇને તે વસ્તુની જાણ કરવામાં આવે, જેનું ઉદાહરણ તેણે રહમાન (અલ્લાહ) માટે આપ્યું છે, તો તેનો ચહેરો કાળો પડી જાય છે અને તે નિરાશ થઇ જાય છે
 | 
| أَوَمَن يُنَشَّأُ فِي الْحِلْيَةِ وَهُوَ فِي الْخِصَامِ غَيْرُ مُبِينٍ (18) શું (અલ્લાહના સંતાન દીકરીઓ છે) ? જેમનું પાલન-પોષણ ઘરેણામાં થયું અને ઝઘડામાં (પોતાની વાત) સ્પષ્ટ ન કરી શકી
 | 
| وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ (19) અને તેમણે ફરિશ્તાઓને, જેઓ રહમાનની બંદગી કરે છે, દીકરીઓ ઠેરવી દીધી, શું તેમના સર્જન વખતે તેઓ હાજર હતા ? તેમની આ સાક્ષીને લખી લેવામાં આવશે અને તેમને પૂછવામાં આવશે
 | 
| وَقَالُوا لَوْ شَاءَ الرَّحْمَٰنُ مَا عَبَدْنَاهُم ۗ مَّا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ (20) અને કહે છે કે અલ્લાહ ઇચ્છતો તો અમે તેમની બંદગી ન કરતા, તેમને આ વિશેની કંઈ પણ જાણ નથી, આ તો ફક્ત બકવાસ કરે છે
 | 
| أَمْ آتَيْنَاهُمْ كِتَابًا مِّن قَبْلِهِ فَهُم بِهِ مُسْتَمْسِكُونَ (21) શું અમે તે લોકોને આ પહેલા કોઇ કિતાબ આપી છે ? જેને આ લોકોએ મજબૂતીથી પકડી રાખી છે
 | 
| بَلْ قَالُوا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّهْتَدُونَ (22) (ના-ના) પરંતુ આ લોકો કહે છે કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગ પર ચાલીને સત્ય માર્ગ પર જ છે
 | 
| وَكَذَٰلِكَ مَا أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّقْتَدُونَ (23) આવી જ રીતે તમારાથી પહેલા અમે જે વસ્તીમાં કોઇ સચેત કરનાર મોકલ્યા, ત્યાંના સુખી લોકોએ આ જ જવાબ આપ્યો કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગનું અનુસરણ કરનારા છે
 | 
| ۞ قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ ۖ قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ (24) (પયગંબરે) કહ્યું કે હું તમારી પાસે ખૂબ જ ઉત્તમ વાત લઇને આવ્યો છું, જેના પર તમે તમારા પૂર્વજોને જોયા, તો તેમણે જવાબ આપ્યો કે અમે આનો ઇન્કાર કરીએ છીએ, જે વસ્તુ તમને આપીને મોકલવામાં આવ્યા છે
 | 
| فَانتَقَمْنَا مِنْهُمْ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ (25) બસ ! અમે તેમની સાથે બદલો લીધો અને જોઇ લો, જુઠલાવનારા લોકોની દશા કેવી થઇ
 | 
| وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ (26) અને જ્યારે ઇબ્રાહીમ અ.સ.એ પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે હું તે વસ્તુને નથી માનતો, જેની તમે બંદગી કરો છો
 | 
| إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ (27) તે હસ્તી સિવાય, જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન પણ આપશે
 | 
| وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ (28) (અને ઇબ્રાહીમ અ.સ.) આ જ વાત પોતાના સંતાનમાં પણ છોડી ગયા, જેથી લોકો (શિર્કથી) છેટા રહે
 | 
| بَلْ مَتَّعْتُ هَٰؤُلَاءِ وَآبَاءَهُمْ حَتَّىٰ جَاءَهُمُ الْحَقُّ وَرَسُولٌ مُّبِينٌ (29) પરંતુ મેં તે લોકોને અને તેમના પૂર્વજોને (દુનિયાનો) સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની પાસે સત્ય અને સ્પષ્ટ રીતે જાણકારી આપનારા પયગંબર આવી ગયા
 | 
| وَلَمَّا جَاءَهُمُ الْحَقُّ قَالُوا هَٰذَا سِحْرٌ وَإِنَّا بِهِ كَافِرُونَ (30) અને સત્ય જોતા જ પોકારી ઉઠયા કે આ તો જાદુ છે અને અમે તેનો ઇન્કાર કરીએ છીએ
 | 
| وَقَالُوا لَوْلَا نُزِّلَ هَٰذَا الْقُرْآنُ عَلَىٰ رَجُلٍ مِّنَ الْقَرْيَتَيْنِ عَظِيمٍ (31) અને કહેવા લાગ્યા, આ કુરઆન તે બન્ને શહેરના લોકો માંથી કોઇ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ પર કેમ અવતરિત ન થયું
 | 
| أَهُمْ يَقْسِمُونَ رَحْمَتَ رَبِّكَ ۚ نَحْنُ قَسَمْنَا بَيْنَهُم مَّعِيشَتَهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِّيَتَّخِذَ بَعْضُهُم بَعْضًا سُخْرِيًّا ۗ وَرَحْمَتُ رَبِّكَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ (32) શું તમારા પાલનહારની રહમતના ભાગ પાડે છે ? અમે જ તેમની દુનિયાના જીવનની રોજી તેમની વચ્ચે વહેંચી છે અને એકને બીજા પર પ્રભુત્વ આપ્યું, જેથી એકબીજાને આધારિત રહે, જેમાં આ લોકો સંકોચ અનુભવે છે, આના કરતા તમારા પાલનહારની નેઅમત ખૂબ જ ઉત્તમ છે
 | 
| وَلَوْلَا أَن يَكُونَ النَّاسُ أُمَّةً وَاحِدَةً لَّجَعَلْنَا لِمَن يَكْفُرُ بِالرَّحْمَٰنِ لِبُيُوتِهِمْ سُقُفًا مِّن فِضَّةٍ وَمَعَارِجَ عَلَيْهَا يَظْهَرُونَ (33) અને જો એ વાત ન હોત કે દરેક લોકો એક જ માર્ગ પર આવી જાય, તો રહમાનનો ઇન્કાર કરનારાઓના ઘરની છતોને અમે ચાંદીની બનાવી દેતા, અને સીડીઓને પણ, જેના પર ચઢે છે
 | 
| وَلِبُيُوتِهِمْ أَبْوَابًا وَسُرُرًا عَلَيْهَا يَتَّكِئُونَ (34) અને તેમના ઘરોના દરવાજા અને સિંહાસન પણ, જેના પર તેઓ તકિયા લગાવી બેસતા
 | 
| وَزُخْرُفًا ۚ وَإِن كُلُّ ذَٰلِكَ لَمَّا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۚ وَالْآخِرَةُ عِندَ رَبِّكَ لِلْمُتَّقِينَ (35) અને સોનાના પણ અને આ બધું અમસ્તુ જ દુનિયાના જીવનના લાભ માટે છે અને આખેરત તો તમારા પાલનહારની નજીક ડરવાવાળાઓ માટે જ છે
 | 
| وَمَن يَعْشُ عَن ذِكْرِ الرَّحْمَٰنِ نُقَيِّضْ لَهُ شَيْطَانًا فَهُوَ لَهُ قَرِينٌ (36) અને જે વ્યક્તિ રહમાનની યાદથી બેદરકારી કરે, અમે તેના પર એક શેતાન નક્કી કરી દઇએ છીએ, તે જ તેનો મિત્ર બને છે
 | 
| وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ السَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ (37) અને તે તેમને માર્ગથી રોકે છે અને આ લોકો આ જ અનુમાન કરે છે કે અમે સત્ય માર્ગ પર છે
 | 
| حَتَّىٰ إِذَا جَاءَنَا قَالَ يَا لَيْتَ بَيْنِي وَبَيْنَكَ بُعْدَ الْمَشْرِقَيْنِ فَبِئْسَ الْقَرِينُ (38) ત્યાં સુધી કે જ્યારે તે અમારી પાસે આવશે, તો કહેશે કે કાશ ! મારી અને તમારી વચ્ચે પૂર્વ અને પશ્ચિમ જેટલું અંતર હોત, ઘણો જ ખરાબ મિત્ર છે
 | 
| وَلَن يَنفَعَكُمُ الْيَوْمَ إِذ ظَّلَمْتُمْ أَنَّكُمْ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ (39) અને જ્યારે તમે અત્યાચારી બની ગયા, તો આજના દિવસે તમારું ભેગા થઇ યાતનાને (હળવી કરવી), કંઈ લાભ નહીં પહોંચાડે
 | 
| أَفَأَنتَ تُسْمِعُ الصُّمَّ أَوْ تَهْدِي الْعُمْيَ وَمَن كَانَ فِي ضَلَالٍ مُّبِينٍ (40) શું તમે બહેરાને સંભળાવી શકો છો ? અથવા આંધળાને માર્ગ બતાવી શકો છો અને તેને, જે સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે
 | 
| فَإِمَّا نَذْهَبَنَّ بِكَ فَإِنَّا مِنْهُم مُّنتَقِمُونَ (41) બસ ! જો અમે તમને અહીંયાથી લઇ જઇએ, તો પણ અમે તેમની સાથે બદલો લઇશું
 | 
| أَوْ نُرِيَنَّكَ الَّذِي وَعَدْنَاهُمْ فَإِنَّا عَلَيْهِم مُّقْتَدِرُونَ (42) અથવા તેમની સાથે જે વચન કર્યું છે, તે તમને બતાવી દેવા માટે પણ શક્તિ ધરાવીએ છીએ
 | 
| فَاسْتَمْسِكْ بِالَّذِي أُوحِيَ إِلَيْكَ ۖ إِنَّكَ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ (43) બસ ! જે વહી તમારી તરફ કરવામાં આવી છે તેને મજબૂતીથી પકડી રાખો, નિ:શંક તમે સત્ય માર્ગ પર છો
 | 
| وَإِنَّهُ لَذِكْرٌ لَّكَ وَلِقَوْمِكَ ۖ وَسَوْفَ تُسْأَلُونَ (44) અને નિ:શંક આ તમારા માટે અને તમારી કોમ માટે શિખામણ છે અને નજીક માંજ તમને પૂછવામાં આવશે
 | 
| وَاسْأَلْ مَنْ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رُّسُلِنَا أَجَعَلْنَا مِن دُونِ الرَّحْمَٰنِ آلِهَةً يُعْبَدُونَ (45) અને અમારા તે પયગંબરોને પૂછી લો, જેમને અમે તમારા કરતા પહેલા મોકલ્યા હતા, કે શું અમે રહમાન સિવાય બીજા પૂજ્યો બનાવ્યા હતા ? જેમની બંદગી કરવામાં આવે
 | 
| وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَقَالَ إِنِّي رَسُولُ رَبِّ الْعَالَمِينَ (46) અને અમે મૂસા અ.સ.ને અમારી નિશાનીઓ લઇને ફિરઔન અને તેના લોકો તરફ મોકલ્યા, તો (મૂસા અ.સ.એ જઇને) કહ્યું કે, હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનો પયગંબર છું
 | 
| فَلَمَّا جَاءَهُم بِآيَاتِنَا إِذَا هُم مِّنْهَا يَضْحَكُونَ (47) બસ ! જ્યારે તેઓ અમારી નિશાનીઓ લઇને તેઓને પાસે પહોંચ્યા, તો તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા
 | 
| وَمَا نُرِيهِم مِّنْ آيَةٍ إِلَّا هِيَ أَكْبَرُ مِنْ أُخْتِهَا ۖ وَأَخَذْنَاهُم بِالْعَذَابِ لَعَلَّهُمْ يَرْجِعُونَ (48) અને જે નિશાની અમે તેઓને બતાવતા હતા, તે એકબીજાથી ચઢીયાતી હતી અને અમે તેમના પર પ્રકોપ ઉતાર્યો, જેથી તેઓ સુધારો કરી લે
 | 
| وَقَالُوا يَا أَيُّهَ السَّاحِرُ ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ إِنَّنَا لَمُهْتَدُونَ (49) અને તે લોકોએ કહ્યું કે, હે જાદુગર ! અમારા માટે પોતાના પાલનહારથી તેના માટે દુઆ કર, જેનું વચન અમને આપ્યું છે, નિ:શંક અમે સત્ય માર્ગ પર આવી જઇશું
 | 
| فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الْعَذَابَ إِذَا هُمْ يَنكُثُونَ (50) પછી જ્યારે અમે તેમના પરથી તે પ્રકોપ દૂર કરી દીધો, તેઓએ તે જ વખતે તેમનું વચન તોડી નાંખ્યું
 | 
| وَنَادَىٰ فِرْعَوْنُ فِي قَوْمِهِ قَالَ يَا قَوْمِ أَلَيْسَ لِي مُلْكُ مِصْرَ وَهَٰذِهِ الْأَنْهَارُ تَجْرِي مِن تَحْتِي ۖ أَفَلَا تُبْصِرُونَ (51) અને ફિરઔને પોતાની કોમમાં જાહેર કરાવ્યું અને કહ્યું કે હે મારી કોમના લોકો ! શું મિસ્રનું શહેર મારું નથી ? અને મારા (મહેલો) નીચે આ નહેરો વહી રહી છે, શું તમે જોતા નથી
 | 
| أَمْ أَنَا خَيْرٌ مِّنْ هَٰذَا الَّذِي هُوَ مَهِينٌ وَلَا يَكَادُ يُبِينُ (52) પરંતુ હું તે તુચ્છ વ્યક્તિ કરતા શ્રેષ્ઠ છું અને (તે) સ્પષ્ટ બોલી પણ નથી શકતો
 | 
| فَلَوْلَا أُلْقِيَ عَلَيْهِ أَسْوِرَةٌ مِّن ذَهَبٍ أَوْ جَاءَ مَعَهُ الْمَلَائِكَةُ مُقْتَرِنِينَ (53) સારું, તો તેના માટે સોનાની બંગડીઓ કેમ ન ઉતરી ? અથવા તેની સાથે પ્રતિષ્ઠિત ફરિશ્તાઓ કેમ ન આવ્યા
 | 
| فَاسْتَخَفَّ قَوْمَهُ فَأَطَاعُوهُ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ (54) તેણે પોતાની કોમને પથભ્રષ્ટ કરી દીધા અને તે લોકોએ તેનું જ અનુસરણ કર્યું, ખરેખર આ બધા અવજ્ઞાકારી લોકો હતા
 | 
| فَلَمَّا آسَفُونَا انتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ أَجْمَعِينَ (55) પછી જ્યારે તેઓએ અમને ગુસ્સે કર્યા, તો અમે તેમની સાથે બદલો લીધો અને સૌને ડુબાડી દીધા
 | 
| فَجَعَلْنَاهُمْ سَلَفًا وَمَثَلًا لِّلْآخِرِينَ (56) બસ ! અમે તે લોકોને બેકાર કરી દીધા અને પાછળ આવનારા લોકો માટે નિશાની બનાવી દીધા
 | 
| ۞ وَلَمَّا ضُرِبَ ابْنُ مَرْيَمَ مَثَلًا إِذَا قَوْمُكَ مِنْهُ يَصِدُّونَ (57) અને જ્યારે મરયમના દીકરાનું ઉદાહરણ આપવામાં આવ્યું તો, તેનાથી તમારી કોમ (ખુશીથી) ચીસો પાડવા લાગી
 | 
| وَقَالُوا أَآلِهَتُنَا خَيْرٌ أَمْ هُوَ ۚ مَا ضَرَبُوهُ لَكَ إِلَّا جَدَلًا ۚ بَلْ هُمْ قَوْمٌ خَصِمُونَ (58) અને તે લોકોએ કહ્યું કે અમારા પૂજ્યો સારાં છે અથવા તે ? તે લોકોનું આવું કહેવું ફક્ત ઝઘડાના હેતુથી હતું. પરંતુ આ લોકો ઝઘડો કરનારા જ છે
 | 
| إِنْ هُوَ إِلَّا عَبْدٌ أَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنَاهُ مَثَلًا لِّبَنِي إِسْرَائِيلَ (59) ઈસા અ.સ. પણ ફક્ત બંદા છે, જેના પર અમે ઉપકાર કર્યો અને તેમને ઇસ્રાઇલના સંતાન માટે કુદરતની નિશાની બનાવી
 | 
| وَلَوْ نَشَاءُ لَجَعَلْنَا مِنكُم مَّلَائِكَةً فِي الْأَرْضِ يَخْلُفُونَ (60) અને જો અમે ઇચ્છતા તો તમારા બદલામાં ફરિશ્તાઓને લાવતા, જેઓ ધરતી પર નાયબ બનતા
 | 
| وَإِنَّهُ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُونِ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ (61) અને નિ:શંક ઈસા અ.સ. કયામતની નિશાની છે, બસ ! તમે (કયામત) અંગે શંકા ન કરો અને મારું અનુસરણ કરો, આ જ સત્ય માર્ગ છે
 | 
| وَلَا يَصُدَّنَّكُمُ الشَّيْطَانُ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ (62) અને શેતાન તમને રોકી ના લે, ખરેખર તે તમારો ખુલ્લો દુશ્મન છે
 | 
| وَلَمَّا جَاءَ عِيسَىٰ بِالْبَيِّنَاتِ قَالَ قَدْ جِئْتُكُم بِالْحِكْمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعْضَ الَّذِي تَخْتَلِفُونَ فِيهِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ (63) અને જ્યારે ઈસા અ.સ. ચમત્કાર લઇને આવ્યા, તો કહ્યું કે, હું તમારી પાસે હિકમત લઇને આવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે તમે થોડીક બાબતોમાં વિવાદ કરો છો, તેને સ્પષ્ટ કરી દઉં, બસ ! તમે અલ્લાહ તઆલાથી ડરો અને મારું કહ્યું માનો
 | 
| إِنَّ اللَّهَ هُوَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ (64) મારો અને તમારો પાલનહાર ફક્ત અલ્લાહ તઆલા છે, બસ ! તમે સૌ તેની બંદગી કરો, સત્ય માર્ગ આ (જ) છે
 | 
| فَاخْتَلَفَ الْأَحْزَابُ مِن بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ ظَلَمُوا مِنْ عَذَابِ يَوْمٍ أَلِيمٍ (65) પછી (ઇસ્રાઇલના સંતાનના) જૂથોએ અંદરોઅંદર વિવાદ કર્યો, બસ ! અત્યાચારી લોકો માટે ખરાબી છે, દુ:ખદાયી યાતનાના દિવસની
 | 
| هَلْ يَنظُرُونَ إِلَّا السَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ (66) આ લોકો ફક્ત કયામતની રાહ જૂએ છે, કે તે અચાનક તેમના પર આવી જશે અને તેમને જાણ પણ નહીં થાય
 | 
| الْأَخِلَّاءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا الْمُتَّقِينَ (67) તે દિવસે (ખાસ) મિત્રો પણ એકબીજાના દુશ્મન બની જશે, ડરવાવાળા લોકો સિવાય
 | 
| يَا عِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ الْيَوْمَ وَلَا أَنتُمْ تَحْزَنُونَ (68) મારા બંદાઓ ! આજના દિવસે તમારા માટે ન કોઇ દુ:ખ છે અને ન તો તમે નિરાશ થશો
 | 
| الَّذِينَ آمَنُوا بِآيَاتِنَا وَكَانُوا مُسْلِمِينَ (69) જે અમારી આયતો પર ઈમાન લાવ્યા અને તેઓ મુસલમાન હતા
 | 
| ادْخُلُوا الْجَنَّةَ أَنتُمْ وَأَزْوَاجُكُمْ تُحْبَرُونَ (70) તમે અને તમારી પત્નીઓ રાજી-ખુશીથી જન્નતમાં પ્રવેશો
 | 
| يُطَافُ عَلَيْهِم بِصِحَافٍ مِّن ذَهَبٍ وَأَكْوَابٍ ۖ وَفِيهَا مَا تَشْتَهِيهِ الْأَنفُسُ وَتَلَذُّ الْأَعْيُنُ ۖ وَأَنتُمْ فِيهَا خَالِدُونَ (71) તેમની ચારેય બાજુથી સોનાની રકાબી અને સોનાના પ્યાલા લાવવામાં આવશે, તે લોકો જેની ઇચ્છા કરે અને જેનાથી તેઓની આંખોને શાંતિ મળે, બધું જ ત્યાં હશે અને તમે તેમાં હંમેશા રહેશો
 | 
| وَتِلْكَ الْجَنَّةُ الَّتِي أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ (72) આ જ તે જન્નત છે, કે તમે પોતાના કર્મોના બદલામાં તેના વારસદાર બનાવવામાં આવ્યા છો
 | 
| لَكُمْ فِيهَا فَاكِهَةٌ كَثِيرَةٌ مِّنْهَا تَأْكُلُونَ (73) ત્યાં તમારા માટે ખૂબ જ ફળો હશે, જેને તમે ખાતા રહેશો
 | 
| إِنَّ الْمُجْرِمِينَ فِي عَذَابِ جَهَنَّمَ خَالِدُونَ (74) નિ:શંક અપરાધી લોકો જહન્નમની યાતનામાં હંમેશા રહેશે
 | 
| لَا يُفَتَّرُ عَنْهُمْ وَهُمْ فِيهِ مُبْلِسُونَ (75) આ યાતના ક્યારેય તેમના પરથી હળવી કરવામાં નહીં આવે અને તે તેમાં જ નિરાશ પડ્યા રહેશે
 | 
| وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِن كَانُوا هُمُ الظَّالِمِينَ (76) અને અમે તેમના પર અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે જ અત્યાચારી હતા
 | 
| وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ (77) અને પોકારી-પોકારીને કહેશે કે હે દ્વારપાળ ! તારો પાલનહાર અમને મૃત્યુ આપી દે, તે કહેશે કે તમને (હંમેશા) રહેવાનું છે
 | 
| لَقَدْ جِئْنَاكُم بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَكُمْ لِلْحَقِّ كَارِهُونَ (78) અમે તો તમારી પાસે સત્ય લઇને આવ્યા, પરંતુ તમારા માંથી વધારે પડતા લોકો સત્યથી ચીડાતા હતા
 | 
| أَمْ أَبْرَمُوا أَمْرًا فَإِنَّا مُبْرِمُونَ (79) શું તે લોકોએ કોઇ કાર્યનો પાક્કો ઇરાદો કરી લીધો છે, નિ:શંક અમે પણ ઠોસ કામ કરવાવાળા છે
 | 
| أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ (80) શું તે લોકો અનુમાન કરે છે કે અમે તેમની છૂપી અને ખાનગી વાતો નથી જાણતા ? (નિ:શંક અમે બધું સાંભળી રહ્યા છીએ). ઉપરાંત અમારા નક્કી કરેલા (ફરિશ્તાઓ) તેમની પાસે જ લખી રહ્યા છે
 | 
| قُلْ إِن كَانَ لِلرَّحْمَٰنِ وَلَدٌ فَأَنَا أَوَّلُ الْعَابِدِينَ (81) તમે કહી દો ! કે જો કદાચ રહમાનને સંતાન હોય, તો હું સૌ પ્રથમ બંદગી કરવાવાળો હોત
 | 
| سُبْحَانَ رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُونَ (82) આકાશો, ધરતી અને અર્શનો પાલનહાર, તે સૌથી પવિત્ર છે, જેનું આ લોકો વર્ણન કરે છે
 | 
| فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ (83) હવે તમે તે લોકોને આજ તકરાર અને વિવાદમાં છોડી દો, ત્યાં સુધી કે તે લોકો તે દિવસ જોઇ લે, જેનું વચન તેમને આપવામાં આવે છે
 | 
| وَهُوَ الَّذِي فِي السَّمَاءِ إِلَٰهٌ وَفِي الْأَرْضِ إِلَٰهٌ ۚ وَهُوَ الْحَكِيمُ الْعَلِيمُ (84) તે જ આકાશોમાં પૂજ્ય છે અને ધરતીમાં પણ બંદગીને લાયક તે જ છે અને તે ખૂબ હિકમતવાળો અને સંપૂર્ણ જ્ઞાનવાળો છે
 | 
| وَتَبَارَكَ الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَعِندَهُ عِلْمُ السَّاعَةِ وَإِلَيْهِ تُرْجَعُونَ (85) અને તે ખૂબ જ બરકતવાળો છે, જેની પાસે આકાશો અને ધરતી અને તેમની વચ્ચેની દરેક વસ્તુનું સામ્રાજ્ય છે અને કયામતનું જ્ઞાન પણ તે જ જાણે છે અને તેની જ તરફ તમે સૌ પાછા ફરશો
 | 
| وَلَا يَمْلِكُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ الشَّفَاعَةَ إِلَّا مَن شَهِدَ بِالْحَقِّ وَهُمْ يَعْلَمُونَ (86) જેમને આ લોકો અલ્લાહ સિવાય પોકારે છે, તેઓ ભલામણ કરવાનો અધિકાર નથી ધરાવતા, (ભલામણ કરવાનો અધિકાર તેનો છે) જે સત્ય વાતને માને અને તેમને જ્ઞાન પણ હોય
 | 
| وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ (87) જો તમે તે લોકોને પૂછો કે તેમનું સર્જન કોણે કર્યું, તો નિ:શંક તે લોકો જવાબ આપશે કે "અલ્લાહ", પછી આ લોકો ક્યાં જઇ રહ્યા છે
 | 
| وَقِيلِهِ يَا رَبِّ إِنَّ هَٰؤُلَاءِ قَوْمٌ لَّا يُؤْمِنُونَ (88) અને તેમના (પયગંબરનું) એવું કહેવું છે કે હે મારા પાલનહાર ! ખરેખર આ તે લોકો છે, જેઓ ઈમાન નથી લાવતા
 | 
| فَاصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلَامٌ ۚ فَسَوْفَ يَعْلَمُونَ (89) બસ ! તમે તેમનાથી મોઢું ફેરવી લો અને સલામ કહી દો, તે લોકો નજીકમાં જ જાણી લેશે
 |